SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ અધ્યાય : ૨, સૂત્ર-૪૫ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્ર (૨-૪૫) પ્રયોજન :- પાંચ શરીરોના વર્ણન પછી શરીરના ઉપભોગપણાને જણાવે છે. निरुपभोगमन्त्यम् નિરૂપભોગમન્ત્યમ્ નિરૂપભોગમ્ અન્ત્યમ્ ૨-૪૫ શબ્દાર્થ :- નિરૂપભોગ = ઉપભોગ રહિત, અન્ય = છેલ્લું (કાર્યણ શરીર) સૂત્રાર્થ :- અંત્યનું (કામર્ણશ૨ી૨) ઉપભોગ રહિત છે. એટલે તેના વડે સુખ દુઃખનો અનુભવ થતો નથી. ૨-૪૬ ૨-૪૫ -- ભાવાર્થ :- શરીરનું મુખ્ય પ્રયોજન ઉપભોગ છે. શરીર એ સંસારનાં દુઃખ-સુખ ભોગવવાનું સાધન છે. પહેલા ચારે શરીરમાં તે પ્રયોજન સિદ્ધ થાય છે. ફક્ત કાર્પણ શરીરમાં આ પ્રયોજન સિદ્ધ થતું નથી માટે તેને નિરૂપભોગ કહ્યું છે. પરભવમાં જતાં સુખ દુઃખનો અનુભવ, કર્મબંધ, કર્મફળનો અનુભવ અને કર્મ નિર્જરા જેમ ઔદારિક શરીરથી વ્યક્ત રૂપે થાય છે તેમ કાર્પણ શરીરથી થતાં નથી. તેથી કાર્મણ શરીરથી સુખ દુઃખના ફળનો અનુભવ ન થવાથી ઉપભોગ રહિત છે. કાર્યણ શરીરથી વ્યક્ત રૂપે સુખ દુઃખનો અનુભવ ન થાય પણ અવ્યક્તરૂપે તો તે કાર્યણ શરીર પણ હોય જ છે. કારણકે અંતરાલ ગતિમાં પણ કર્મનો ઉદય હોય છે અને કર્મ બંધ પણ ચાલું હોય છે. શંકા :- તૈજસ શરીરમાં પણ કાર્મણની માફક દ્રવ્ય ઈન્દ્રિયોનો અભાવ છે તેથી તેના દ્વારા ઉપભોગ કઈ રીતે થઈ શકે ? સમાધાન :- તૈજસ શરીર દ્વારા ખોરાકનું પાચન અને તેજોલેશ્યા કે શીતલેશ્યા નો પ્રાદુર્ભાવ થાય છે. તૈજસ શરીરની શક્તિ બરાબર હોય તો પાચન સારી રીતે થતા સુખનો અનુભવ અને તૈજસ શરીરનો ડ્રાસ થતાં પાચન સારી રીતે ન થવાથી દુઃખનો અનુભવ થાય છે. તેનાથી તેજોલેશ્યા કે શીતલેશ્યા મૂકી શાપ કે અનુગ્રહ બુદ્ધિથી આનંદનો અનુભવ થાય છે. પોતે મૂકેલી તેજોલેશ્યા કે શીતલેશ્યા કામ ન કરે તો દુઃખનો અનુભવ પણ થાય છે. તેજોલેશ્યા દ્વારા અન્ય ઉપર શાપ કે અનુગ્રહ કરવાથી પાપ અથવા પુણ્યકર્મનો બંધ, શુભ-અશુભ કર્મના ફળનો અનુભવ તથા કર્મની નિર્જરા પણ થાય છે. તેથી તૈજસ શરીર પણ સોપભોગ છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy