________________
૧૪૩
|
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૨, સૂત્ર-૪૪ • એક સાથે કેટલા શરીર કયા જીવોને હોય? 23 456 | 7 ૧ | તૈજસ, કાર્પણ
વિગ્રહગતિવાળા જીવોને તૈજસ, કામણ, ઔદારિક | ભવસ્થ મનુષ્યો-તિર્યંચોને ૩ | તૈજસ, કાર્મણ, વૈક્રિય ભવસ્થ દેવો-નારીઓને ૪ | તૈજસ, કાર્મણ, ઔદારિક, વૈક્રિયલબ્ધિધરમનુષ્ય-તિર્યંચવૈક્રિય વૈક્રિય
શરીર બનાવે ત્યારે (ત્યારે ઔદારિક શરીર સાથે અવિચ્છિન્ન આત્મપ્રદેશ
હોય છે.) ૫ | તૈજસ, કાર્મણ, ઔદારિક, આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર આહારક
મહાત્મા આહારક શરીર બનાવે ત્યારે. (ત્યારે ઔદારિક શરીર સાથે અવિચ્છિન્ન આત્મપ્રદેશ હોય છે.)
જ | U |
જયારે ચાર શરીર હોય ત્યારે પણ બે વિકલ્પ રહે છે. (૧) તૈજસ - કામણ - દારિક અને વૈક્રિય શરીર હોય અથવા (૨) તૈજસ - કાર્પણ - ઔદારિક અને આહારક શરીર હોય.
આમ એકીસાથે એક જીવને બે,ત્રણ અથવા ચાર શરીર હોઈ શકે છે. પરંતુ એકીસાથે પાંચ શરીરો હોતા નથી, કારણકે વૈક્રિયશરીર તથા આહારકશરીરની રચના એક જીવમાં એકી સાથે થતી નથી.
શંકા - વૈક્રિય અને આહારક શરીર, બંને સાથે કેમ ન હોય ?
સમાધાન - આહારક શરીર ચૌદ પૂર્વધર મુનિને જ હોય છે. તેથી વૈક્રિય અને આહારક એમ બન્ને શરીર રચવાનું સામર્થ્ય ચૌદ પૂર્વધર સિવાય અન્ય કોઈ જીવોમાં હોઈ શકે નહિ.
ચૌદ પૂર્વધર મુનિને વૈક્રિયલબ્ધિના પ્રયોગ સમયે લબ્ધિથી શરીર રચના કર્યા પછી નિયમો પ્રમત્ત દશા હોય છે જ્યારે આહારકલબ્ધિના પ્રયોગથી શરીર રચના સમયે પ્રમત્ત દશા જ હોય પણ શરીર રચના બાદ શુદ્ધ અધ્યવસાયનો સંભવ હોવાથી અપ્રમત્ત ભાવ જ ઉત્પન્ન થાય છે. પરિણામે વૈક્રિય અને આહારક બંને લબ્ધિઓનો પ્રયોગ એકી સાથે થવો સંભવ નથી.