________________
૧૪૨
અધ્યાય : ૨, સૂત્ર-૪૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર શબ્દાર્થ :- (તેજસ અને કાર્મણ બંને શરીરો) બધા (સંસારી જીવો)ને હોય છે.
ભાવાર્થ - પ્રથમના ત્રણ શરીર (ઔદારિક, વૈક્રિય અને આહારક) નો સંબંધ બધા સંસારી જીવોને હંમેશા હોતો નથી ક્યારેક તે શરીર હોય અને ક્યારેક ન પણ હોય, પરંતુ તૈજસ-કાશ્મણ શરીર સર્વ સંસારી જીવોને સદા સાથે જ હોય છે.
સિદ્ધના જીવો સર્વથા અશરીરી હોય છે. તેથી મુક્ત જીવો માટે તૈજસ-કાર્પણ સંબંધી વિચારણા અસ્થાને છે.
સૂત્ર (૨-૪૪) પ્રયોજન - પાંચ શરીરમાંથી કેટલા શરીરો એક જીવમાં એકી સાથે હોઈ શકે? तदादीनि भाज्यानि युगपदेकस्याचतुर्थ्यः
૨-૪૪ તદાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્યાચતુર્ભ ર-૪૪ તદ્ આદીનિ ભાજ્યાનિ યુગપ એકસ્ય આચતુર્ભ ર-૪૪
શબ્દાર્થ - ત૬ = તે (તેજસ-કાશ્મણ), આદીનિ = પ્રથમના, ભાજયાનિ = વિકલ્પ, યુગપદ્ = એકી સાથે, એકસ્ય = એક (જીવ)ને, આચતુર્ભ = ચાર સુધી
સૂત્રાર્થ :- (બે શરીર) આદિમાં લઈને ચાર સુધીના (શરીરો) એકી સાથે એક (જીવ) ને હોઈ શકે. (અર્થાતુ) એક જીવને એકી સાથે તૈજસ-કાશ્મણ શરીરથી માંડીને વધુમાં વધુ ચાર શરીર જ સંભવે છે.
ભાવાર્થ :- તૈજસ અને કાર્યણ એ બંને શરીરો સર્વ સંસારી જીવોને સંસારકાળ પર્યન્ત અવશ્ય હોય છે, પરંતુ ઔદારિક આદિ શરીરો બદલાતાં રહે છે. તેથી તે શરીરો ક્યારેક હોય છે અને ક્યારેક નથી હોતા.
જયારે બે શરીર હોય ત્યારે તૈજસ અને કાર્મણ શરીર હોય છે. જ્યારે ત્રણ શરીર હોય ત્યારે બે વિકલ્પ રહે છે. (૧) તૈજસ - કાર્પણ અને ઔદારિક શરીર હોય અથવા (૨) તૈજસ - કાર્પણ અને વૈક્રિય શરીર હોય.