________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૨, સૂત્ર-૪૩
૧૪૧ ભવ બદલાતાં શરીર બદલાય છે. આહારક શરીરનું કામ પૂર્ણ થાય એટલે વિખેરાઈ જાય છે.
જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી જીવની સાથે તૈજસ અને કાર્મણ શરીરનો સંબંધ રહે છે. સંસારી જીવ અનાદિકાળથી સંસારી છે તેથી તૈજસ કાર્પણ બંને શરીરનો સંબંધ પણ અનાદિનો જ છે. જીવ જ્યારે એક જન્મમાં મૃત્યુ પામે અને અન્ય સ્થળે ઉત્પન્ન થાય ત્યારે અંતરાલ ગતિમાં (મૃત્યુ અને જન્મ વચ્ચેની ગતિમાં) તેને ઔદારિક આદિ પ્રથમના ત્રણ શરીરનો નિયમા વિયોગ થતો હોય છે. તૈજસ અને કાર્પણ શરીર અંતરાલ ગતિમાં પણ સાથે જ રહે છે. જીવ કર્મ રહિત થઈને મુક્ત બને ત્યારે જ તૈજસ અને કાર્મણ બંને શરીરનો વિયોગ થાય છે.
અભવ્ય જીવ માટે આ બંને શરીરનો સંબંધ અનાદિ અનંત સમજવો. કારણ કે અનાદિકાળથી તૈજસ કાર્મણ શરીર જોડાયેલા રહે છે અને અભવ્ય જીવ મોક્ષે જાય નહિ માટે અનંતકાળ સુધી તૈજસ-કાશ્મણ શરીરનો વિયોગ થવાનો નથી. ભવ્યજીવો માટે તૈજસ-કાશ્મણ શરીરનો સંબંધ અનાદિ શાંત કહેવાય છે.
શંકા - અવ્યવહાર રાશિવાળા જીવોને ઔદારિક શરીર હોવાથી તેને માટે દારિક શરીરનો સંબંધ પણ અનાદિનો જ છે?
સમાધાન - આ શંકા બરાબર છે. પરંતુ અહીં અનાદિનો અર્થ એ છે કે કોઈપણ જીવ જ્યાં સુધી સંસારી જીવ હોય ત્યાં સુધી, જે શરીર હંમેશા સાથે રહે અને ક્યારેય પણ વિયોગ ન થાય તેને અનાદિ સમજવું.
એટલે જીવ જ્યારે એક જન્મમાં મૃત્યુ પામે અને અન્ય સ્થળે ઉત્પન્ન થાય ત્યારે અંતરાલ ગતિમાં ઔદારિક શરીર હોતું નથી.
सर्वस्य
સૂત્ર (ર-૪૩) પ્રયોજન - તૈજસ-કાશ્મણ શરીર બધા સંસારી જીવોને હોય છે.
२-४३ સર્વસ્ય ૨-૪૩ સર્વસ્ય ૨-૪૩