________________
૧૪૦ અધ્યાય : ૨, સૂત્ર-૪૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાવાર્થ:- તૈજસ અને કાર્મણ શરીર કોઈપણ જાતના પ્રતિઘાત (રૂકાવટ) વિના સંપૂર્ણલોકમાં ગમે ત્યાં જઈ શકે છે. કોઈપણ વસ્તુ તેમને અટકાવી શક્તી નથી.
શંકા - વૈક્રિય અને આહારક શરીર પણ સૂક્ષ્મ હોવાથી અપ્રતિઘાતિ જ કહેવાયને? તો તેનો ઉલ્લેખ કેમ નથી?
સમાધાન :- વૈક્રિય અને આહારક શરીરને કોઇ વસ્તુ અટકાવી શકતી નથી. એથી એ દષ્ટિએ એ બે શરીર અપ્રતિઘાતી છે. પણ અહીં પ્રતિઘાતનો અર્થ માત્ર ગતિનો નિરોધ નથી. પરંતુ સંપૂર્ણ લોકમાં ગતિનો નિરોધ છે એ અર્થ કરવો. એ દૃષ્ટિએ વૈક્રિય અને આહારકશરીર અપ્રતિઘાતી નથી. કારણ કે, તેમની ગતિ લોકના અમૂક ભાગમાં જ (ત્રસાડીમાં જ) થાય છે. જ્યારે તૈજસ અને કાર્મણ શરીરની ગતિ સંપૂર્ણ લોકમાં થઈ શકે છે.
શંકા - આત્મા જ્યારે આ બે શરીર (તેજસ-કાશ્મણ) સહિત આવ-જા કરે છે ત્યારે આવતો કે પ્રવેશ કરતો અને જતો કે નીકળતો કેમ દેખાતો નથી?
સમાધાન - તેજસ અને કાર્મણ શરીર અત્યંત સૂક્ષ્મ હોવાથી આત્મા આવતો કે જતો દેખાતો નથી.
સૂત્ર (૨-૪૨) પ્રયોજન - તૈજસ - કાર્મણ શરીરનો જીવની સાથે સંબંધ ક્યારથી? अनादिसम्बन्धे च
२-४२ અનાદિસમ્બન્ધ ચ ૨-૪૨
અનાદિ સમ્બન્ધ ચ ૨-૪૨ શબ્દાર્થ :- અનાદિ = જેને આદિ નથી તે, સમ્બન્ધ = સંબંધવાળા સૂત્રાર્થ:- (તેજસ અને કાર્મણ શરીરનો જીવ સાથે) આનાદિ કાળથી સંબંધ છે.
ભાવાર્થ :- તૈજસ અને કાશ્મણ શરીરનો સંબંધ આત્માની સાથે અનાદિકાળથી એકમેકરૂપે ચાલ્યો આવે છે. આવો સંબંધ પહેલા ત્રણ શરીરોનો જોવા મળતો નથી કેમકે એ ત્રણ શરીરો અમૂક સમય પુરતા જ હોય છે એટલે કાયમ રહી શક્તા નથી.