________________
૧૩૮
અધ્યાય : ૨, સૂત્ર-૩૯
સૂત્ર (૨-૩૯) પ્રયોજન :- પાંચ શરીરોમાં પ્રદેશો અંગેની વિચારણા.
૨-૨૧
प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् પ્રદેશતોઽસંખ્યયગુણં પ્રાક્ તૈજસાત્
૨-૩૯
પ્રદેશતઃ અસંખ્યયગુણં પ્રાક્ તૈજસાત્
૨-૩૯
શબ્દાર્થ :- પ્રદેશતઃ = પ્રદેશ વડે. અહીં પ્રદેશનો અર્થ સ્કંધ લીધો છે
સ્કંધ એટલે અનંત પરમાણુનો બનેલો પૂંજ
અસંખ્યેય ગુણં
શરીરની.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
=
અસંખ્યાત ગણું, પ્રાક્ = પહેલાનું, તૈજસાત્ = તૈજસ
સૂત્રાર્થ :- તૈજસની પહેલાના (એટલે કે આહા૨ક સુધીનાં) શરીરો પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે.
ભાવાર્થ :- જેના બે વિભાગ ન થઈ શકે તેવો અંતિમ સૂક્ષ્મ ભાગ તે પ્રદેશ. એમ પ્રદેશ શબ્દનો અર્થ પ્રસિદ્ધ છે. પરંતુ અહીં પ્રદેશનો અર્થ સ્કંધ છે. આ સૂત્ર કહે છે કે તૈજસ શરીરની પૂર્વના ત્રણ શરીરો (ઔદારિક, વૈક્રિય અને આહારક), પ્રદેશ વડે અસંખ્યાતગુણા છે. ઔદારિક શરીરમાં જેટલા પ્રદેશો (સ્કંધો) હોય છે તેનાથી અસંખ્યગુણા પ્રદેશો વૈક્રિય શરીરમાં વધારે હોય છે. જેટલા વૈક્રિય શરીરના પ્રદેશો છે તેનાથી અસંખ્યાતગુણા આહા૨ક શરીરના પ્રદેશો હોય છે. અહીં પૂર્વ શરીર કરતા ઉત્તર ઉત્તર બંને શરીરના પ્રદેશ (સ્કંધ) અસંખ્યાતગુણા કહ્યા છે. તેનું કારણ એ છે કે ઉત્તરોત્તર શરીર વધારે ઘનીભૂત હોય છે.
જેમ સમાન ક્ષેત્રમાં રહેલા રૂ (Cottan) કરતા સોનાના પુદ્ગલો વધારે હોય છે. કારણ કે રૂ શિથિલ છે અને સુવર્ણ ઘન છે. તે જ રીતે ઔદારિક શરીર કરતા વૈક્રિય શરીર ઘન છે. તેની અપેક્ષાએ આહારક શરીર વધુ ઘન અર્થાત્ સૂક્ષ્મ છે.
શંકા :- ઔદારિક શરીર ઉત્કૃષ્ટથી એક હજાર યોજન છે. વૈક્રિય શરીરનું પ્રમાણ એક લાખ યોજન છે. શું તેથી જ તેને અસંખ્યાતગણું કહ્યું છે ?
સમાધાન :- ના શરીરની અવગાહના સાથે પ્રદેશોની સંખ્યાને કોઈ સંબંધ નથી.