________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૨, સૂત્ર-૩૮
સૂત્ર (૨-૩૮) પ્રયોજન :- પાંચ શરીરોમાં સૂક્ષ્મતાનો ક્રમ.
परं परं सूक्ष्मम्
પરં પરું સૂક્ષ્મમ્
પરં પરું સૂક્ષ્મસ્
૨-૩૮
શબ્દાર્થ :- પરં પરં = પછી પછીના, સૂક્ષ્મમ્ = સૂક્ષ્મ છે. અર્થાત્ પુદ્ગલોની સઘનતા રૂપ છે એમ સૂચવે છે.
સૂત્રાર્થ :- ( આ પાંચ શરીરમાં પૂર્વના શરીરથી) પછી પછીનું શરીર વધારે સૂક્ષ્મ
છે.
૨-૨૮
૨-૩૮
૧૩૭
ભાવાર્થ :- ઔદારિકથી વૈક્રિય શરીર સૂક્ષ્મ છે. વૈક્રિયથી આહારક શરી૨ સૂક્ષ્મ છે. આહારકથી તૈજસ શરીર સૂક્ષ્મ છે અને તૈજસ શરીરથી કાર્યણ શરીર સૂક્ષ્મ છે. અહીં સૂક્ષ્મતા કે સ્થૂળતાનો સંબંધ ‘સઘનતા’ સાથે છે. સઘનતા એટલે અધિક પુદ્ગલોનો અલ્પ પરિમાણમાં (કદમાં) સમાવેશ. ટૂંકમાં પુદ્ગલોનું પરિમાણ જેમ વધુ તેમ તેની સૂક્ષ્મતા વધુ. જેમ કે લાકડાનો એક ટુકડો અને તે જ પ્રમાણમાં લોખંડનો ટુકડો લઈએ તો બંનેના પરિમાણ સમાન દેખાતાં હોવા છતાં પુદ્ગલ દ્રવ્ય લોખંડમાં અધિક હોવાથી તે સઘન લાગશે. આ સઘનતા તે જ સૂક્ષ્મતા. આ જ રીતે ઉત્તર ઉત્તર શરીરો પૂર્વ પૂર્વ શરીરની અપેક્ષાએ સૂક્ષ્મ કહ્યા છે.
શંકા :- ઔદારિક શરીર એક હજાર યોજન પ્રમાણ ઉંચુ હોઈ શકે છે. વૈક્રિય શરીર તો એક લાખ યોજન પ્રમાણ ઉંચાઈ ધારણ કરી શકે છે તો તેને સૂક્ષ્મ કેમ કહો છો ?
સમાધાન :- તમારી શંકા સમજી શકાય છે. પરંતુ તેનું સમાધાન એ છે કે પ્રમાણની દષ્ટિએ વૈક્રિય શરીર ઘણું ઉંચુ હોઈ શકે છે. છતાં અદશ્યપણાને કારણે સૂક્ષ્મ જ છે. ઈચ્છા પૂર્વક વિષુર્વાય (બનાવાય) ત્યારે તે દશ્ય બને છે, નિત્ય નહીં. તેથી તેને સૂક્ષ્મ માનવામાં કોઈ દોષ નથી.