________________
૧૩૬ અધ્યાય : ૨, સૂત્ર-૩૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર જે તૈજસ શરીર છે તે સહજ શરીર કહેવાય છે. આ શરીર સંસારમાં સર્વ પ્રાણીઓને હોય છે. વિશિષ્ટ તપ આદિ થી ઉત્પન્ન થતી તેજોલબ્ધિ (તેજોલેશ્યા) તે લબ્ધિ પ્રત્યય તેજસ શરીર છે, જેના બે પ્રકાર છે. શીતલેશ્યા અને તેજોવેશ્યા. ઉષ્ણ તેજોલબ્ધિ અન્ય જીવને બાળી શકે છે અર્થાત્ ઘણું નુકશાન કરી શકે છે અને શીત તેજલબ્ધિના ઉપયોગથી અન્ય જીવ ઉપર ઉપકાર થાય છે. જેમકે વૈશિકાયન તાપસે ગોશાળાને મારવા તેના ઉપર તેજોલેશ્યા મૂકી, પરંતુ મહાવીર ભગવાને
શીતલેશ્યા મૂકીને તેને બચાવી લીધ (૫) કાર્પણ શરીર :- આત્માની સાથે ક્ષીરનીરવ (દુધ અને પાણીની જેમ) એકમેક
થયેલા કર્મોનો સમહ એ જ કાર્પણ શરીર છે. આત્મા સાથે બંધાયેલા કર્મો એ જ કાર્પણ શરીર. તૈજસ અને કાર્મણ, આ બે શરીર દરેક જીવને અવશ્ય હોય છે. જીવનો સંસાર અનાદિથી હોવાથી આ શરીર પણ અનાદિથી છે. ભવાંતરમાં પણ આ બે શરીર સાથે જ આવે છે. મોક્ષ થાય ત્યારે જ આ બે શરીર છુટાં પડે છે. સિદ્ધના જીવોને કોઈ શરીર હોતાં નથી. એક જીવને એકી સાથે ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ચાર શરીર હોઈ શકે છે. ત્રણ શરીર હોય ત્યારે તૈજસ, કામણ, દારિક અથવા તૈજસ, કાર્મણ, વૈક્રિય. ચાર શરીર હોય ત્યારે તેજસ, કામણ, દારિક, વૈક્રિય અથવા તેજસ, કાર્મણ, ઔદારિક અને આહારક હોય. વૈક્રિય અને આહારક શરીર એકી સાથે ન હોય એટલે એક સાથે પાંચ શરીર હોતા નથી. શંકા :- ઔદારિક શબ્દ ઉદાર ઉપરથી બન્યો છે. તો ઉદારનો અર્થ શું?
સમાધાન - ઉદાર એટલે દીલાવર. કોઈ ન આપી શકે તે ઉદાર વૃત્તિવાળો આપે. ઔદારિક શરીર જીવને મોક્ષ આપી શકે છે. માટે મનુષ્યના સાત ધાતુવાળા શરીરને દારિક શરીર કહેવાય છે. ઉદાર એટલે સૌથી મોટું. વૈક્રિય શરીર પ00 ધનુષ્યનું મોટામાં મોટુ હોય. આહારક શરીર એક હાથ પ્રમાણ હોય છે. જ્યારે દારિક શરીર વનસ્પતિ જીવોને આશ્રયી 1000 યોજનથી અધિક હોય છે.