________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
૧૩૫
અધ્યાય : ૨, સૂત્ર-૩૭
દેવ અને નારકો સિવાય સર્વ જીવનું મૂળ શરીર ઔદારિક હોય છે. હવે આપણે પાંચ પ્રકારના શરીરો વિષે થોડી સમજણ મેળવીએ.
(૧) ઔદારિક શરીર :- ઉદાર એટલે સ્થૂલ. ઉદાર(સ્થૂલ) પુદ્ગલોથી બનેલું શરીર ઔદારિક, ઔદારિક શરીરના પુદ્ગલો અન્ય શરીરના પુદ્ગલોથી વધારે સ્થૂલ હોય છે. દેવ અને નાક સિવાય સર્વ જીવોનું મૂળ શરીર ઔદારિક હોય છે. (૨) વૈક્રિય શરીર ઃ- જે શરીર નાનામાંથી મોટું, મોટામાંથી નાનું, એકમાંથી અનેક, અનેકમાંથી એક એમ વિવિધ સ્વરૂપે બનાવી શકાય તે વૈક્રિય.
:
વૈક્રિય શરીરના બે ભેદ છે. (૧) ભવપ્રત્યય (પ્રત્યય એટલે નિમિત્ત) અને (૨) લબ્ધિપ્રત્યય.
દેવ નારકના જીવોને ભવપ્રત્યયક વૈક્રિયશરીર હોય છે. અર્થાત્ દેવ કે ના૨ક રૂપે જન્મ થતાં જ વૈક્રિય શરીર ઉત્પન્ન થાય અને છેક મૃત્યુ સુધી વૈક્રિયશરીર જ હોય. વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત કરનાર કોઈ મનુષ્ય (કે તિર્યંચને) લબ્ધિ પ્રત્યયિક વૈક્રિયશરીર હોય છે. વૈક્રિયશરીરધારી પોતાની ઈચ્છા પ્રમાણે વિવિધરૂપે શરીર બનાવી શકે,
દા.ત. રાવણ.
(૩) આહારક શરીર :- ચૌદ પૂર્વધર મુનિ જે શરીરની રચના કરે તે આહારક શરીર. ચૌદ પૂર્વધરમુનિ એક હાથ પ્રમાણ સૂક્ષ્મ અને દિવ્ય શરીર બનાવીને તે શરીરને તીર્થંકરની ઋદ્ધિ જોવા અથવા તીર્થંકરોને પ્રશ્ન પૂછવા પોતાના શરીરને મહાવિદેહમાં મોકલે છે. ચૌદ પૂર્વધર દરેક મુનિ આ શરીર ન બનાવી શકે. જેમને આહારક લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તે જ મુનિ આ શરીર બનાવી શકે. પરંતુ આહારક લબ્ધિ ચૌદ પૂર્વધર મુનિને જ પ્રાપ્ત થાય, તે સિવાય કોઈને પ્રાપ્ત ન થાય એ નિયમ છે.
(૪) તૈજસ શરીર :- ખાધેલા ખોરાકને પચાવવામાં કારણભૂત શરીર તૈજસ શ૨ી૨ કહેવાય છે. આપણા શરીરમાં અને જઠરાગ્નિમાં જે ગરમી રહેલી છે તે પણ એક જાતનું શરીર છે. જો આ શરીર ન હોય તો આપણે ખોરાકને પચાવી જ ન શકીએ અને આપણા શરીરમાં ગરમી પણ ટકી ન શકે. મૃત્યુ થતાં તૈજસ શરીર ન હોવાથી શરીર (ઔદારિક શરીર) ઠંડુ પડી જાય છે. તૈજસ શરીરના સહજ શરીર અને લબ્ધિ પ્રત્યય શરીર એમ બે ભેદ છે. ઉપર સમજાવ્યા પ્રમાણે જન્મથી