SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૨, સૂત્ર-૩૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર જેમ બે પુરૂષો, બે સ્ત્રીઓ કે બે નપુંસકો મોહના પ્રબળ ઉદયથી ઘણીવાર મૈથુન સેવનરૂપ ચેષ્ટા કરે તો ગર્ભ રહેતો નથી, એમ સંમૂર્છન જીવો નપુંસક હોવાથી તેમનો જન્મ ગર્ભરૂપ સંભવતો જ નથી પણ સંમૂર્ખન જન્મ જ હોય. ૧૩૪ શંકા :- કીડી, મધમાખી આદિ ઈંડા મૂકતા જોવા મળે છે તો તેમનો ગર્ભરૂપ જન્મ કેમ નહિ ? સંમૂર્છન જન્મ કેમ ? સમાધાન :- કીડી-માખી વગેરે જીવો જ્યાં રહે છે ત્યાં તેમની આસપાસ તે જીવોના સૂક્ષ્મ મળ ખરડાયેલા રહે છે. તે મળમાં તે જીવોની જાતના બારીક કણો ઉત્પન્ન થાય છે તે કણો અપક્વ સ્થિતિમાં હોય ત્યારે બારીક સફેદ ઈંડા જેવા જણાય છે પછી તેમાંથી રૂપાંતર થઈ જન્મ થાય છે. જેમ મનુષ્યના મળમાં સંમૂર્ણિમ જીવો ઉત્પન્ન થાય છે તેમ કીડી, માખીમાં પણ સંમૂર્છિમ જીવોની જ ઉત્પત્તિ સમજવી. સૂત્ર (૨-૩૭) પ્રયોજન :- આગળના સૂત્રોમાં જીવના ઉત્પત્તિ સ્થાન અને જન્મના ભેદો જણાવ્યા પછી આ સૂત્રમાં જન્મ ધારણ કરનાર શરીર કેટલા પ્રકારના છે તે જણાવે છે. औदारिकवैक्रियाहारकतैजसकार्मणानि शरीराणि ૨-૨૭ ૨-૩૭ ઔદારિકવૈક્રિયાહારકતૈજસકાર્મણાનિ શરીરાણિ ઔદારિક-વૈક્રિય-આહારક-તૈજસ-કાર્યણાનિ શરીરાણિ ૨-૩૭ · ઔદારિક ઔદારિક શરી૨ - જેનું છેદન ભેદન થઈ શકે. વૈક્રિય = વૈક્રિય શરીર - નાના, મોટા એવા વિવિધ રૂપ લઈ શકે. આહારક = આહારક શરીર - ચૌદ પૂર્વધર મુનિ ધારણ કરી શકે. તૈજસ તૈજસ શરી૨ - ખોરાક પચાવવામાં કારણભૂત તૈજસ શરીર. કાર્મણ શરીર આત્મા ઉપર લાગેલા કર્મો એ જ શરીર. કાર્મણ શબ્દાર્થ : = = - ભાવાર્થ :- કોઈપણ જીવ પરભવમાં ઉત્પન્ન થયા પછી સર્વ પ્રથમ આહાર ગ્રહણ કરે છે અને જીવન જીવવાના આધારભૂત શરીર બનાવે છે. હાડકાં, માંસ, ચરબી, રૂધીર વગેરે સાત ધાતુઓનું બનેલું જે શરીર તે ઔદારિકશ૨ી૨. ઔદારિકશરીરના પુદ્ગલો અન્ય સર્વ શરીરના પુદ્ગલોથી વધારે સ્કુલ હોય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy