SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૨, સૂત્ર-૩૬ ૧૩૩ આવે છે. તેઓ પણ દેવોની જેમ અંતર્મુહૂર્તમાં જ શરીરની ઉંચાઈ વગેરે પૂર્ણ કરી જન્મ લે છે. પાપની પ્રબળતાના કારણે તે સમયે નારકીના જીવોને અત્યંત દુઃખ થાય છે. સૂત્ર (ર-૩૬)પ્રયોજન - સંમૂછન જન્મ કોને હોય છે? शेषाणां सम्मूर्छनम् ૨-૩૬ શેષાણાં સમૂઈનમ્ ર-૩૬ શેષાણાં સમૂઈનમ્ ર-૩૬ શબ્દાર્થ :- શેષાણાં = બાકીના, સમૂર્ણનમ્ = માતા-પિતાના સંયોગ વિના આપમેળે શરીર રૂપે પરિણમે. સૂત્રાર્થ:- બાકીના (ઉપરના બે સૂત્રોમાં કહ્યા સિવાયના) જીવોને સંપૂર્ઝન જન્મ હોય છે. ભાવાર્થ:- ઉપરના બે સૂત્રોમાં ગર્ભજ, તિર્યંચ અને ગર્ભજ મનુષ્યો તથા નારકોદેવોના જન્મની વાત કરી. બાકી રહેલા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોનો જન્મ સંમૂઈન જ હોય છે. સ્ત્રી-પુરૂષના સંસર્ગ વિના જ ઉત્પન્ન થાય છે. જન્મ લાયક સામગ્રી જ્યાં મળી જાય, તથા માટી, પાણી, મલિન પદાર્થો વગેરે અનેક સ્થાનોમાં જન્મ થઈ જાય તેને સંપૂર્ઝન જન્મ કહેવાય છે. સંમૂઈન પ્રાણીઓ નપુંસકદવાળા જ હોય છે. નપુંસકોથી દ્રવ્ય મૈથુન શક્ય જ નથી. તેમની મૈથુન ચેષ્ટામાં મૈથુન સંજ્ઞા તથા પૂર્વકૃત સંસ્કારો નિમિત્તભૂત છે. શંકા:- તીડ, માખી, વીંછી વગેરે જીવોમાં મૈથુન સેવન જણાય છે તો તેના ગર્ભજ જન્મને બદલે સંપૂર્ણન જન્મ કેમ કહ્યો? સમાધાન - તીડ વગેરે જીવોમાં ભાવથી મોહનીય કર્મના ઉદયથી ત્રણે વેદ હોવા છતાં દ્રવ્યથી નપુંસક અવસ્થા હોય છે. આવા જીવો મૈથુન સંજ્ઞાના સંસ્કારને લીધે તેવી ચેષ્ટાઓ કરતા હોવા છતાં ત્યાં આવા પ્રકારની મૈથુનની ચેષ્ટાથી ગર્ભની સંભાવના જ નથી.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy