________________
૧૩૨ અધ્યાય : ૨, સૂત્ર-૩૫
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉપર વીંટાયેલો પારદર્શક પડદાને ગુજરાતીમાં ઓળ અને શાસ્ત્રની ભાષામાં જરાયુ કહેવાય છે. મનુષ્ય, ગાય, ભેંસ, બળદ, બકરી, ઘોડો, ઊંટ, હરણ, વાઘ, સિંહ, રીંછ, કુતરો, બિલાડી વગેરે જરાયુ છે. અંડજ :- ઈંડા સ્વરૂપ જન્મ હોય છે. સર્પ, ચંદનઘો, ગરોળી, માછલી, કાચબો, મગર, હંસ, પોપટ, કબુતર, કાગડો, મોર વગેરે અંડજ છે. પોતજ - કોઈપણ પ્રકારના આવરણથી વીંટાયા વિના, યોનિમાર્ગેથી જન્મે. જેમકે હાથી, સસલુ, નોળીયો, ઉંદર પોતજ કહેવાય છે.
ઉપરના ત્રણ પ્રકારો ગર્ભજ છે કારણ કે તેમાં સ્ત્રી-પુરૂષના સંબંધની અવશ્ય અપેક્ષા હોય છે.
સૂત્ર (૨-૩૫) પ્રયોજન - ઉપપાત જન્મ ક્યા જીવોનો હોય છે?
नारकदेवानामुपपातः ૨-રૂક નારકદેવાનામુપપાતઃ ૨-૩૫
નારક-દેવાનામ્ ઉપપાતઃ ૨-૩૫ શબ્દાર્થ :- નારક = નારકી, દેવ = દેવલોકના જીવ, ઉપપાત = વૈક્રિય પુદ્ગલો ગ્રહણ કરીને જન્મે.
સૂત્રાર્થ :- નારક અને દેવોનો ઉપરાત જન્મ હોય છે.
ભાવાર્થ-નારક અને દેવ એ બે પ્રકારના જીવોનો ઉપરાત જન્મ હોય છે. દેવ અને નારક પોતપોતાના ઉત્પન્ન થવાના ચોક્કસ સ્થાનોમાં અંતર્મુહૂર્તમાં જ ઉત્પન્ન થઈ જન્મ પામતા હોવાથી તેમનો જન્મ ઉપપાત કે ઔપપાતિક (Sudden Menifestation & Spontaneous Emergence) કહેવાય છે.
- દેવલોકમાં અમુક સ્થળે વિશિષ્ટ પ્રકારની શપ્યા હોય છે. જેમાં ઉત્પન્ન થયેલો જીવ પોતાના શરીરની ઉંચાઈ, કાંતિ, યુવાવસ્થા વગેરે પૂર્ણ કરીને અંતર્મુહૂર્તમાં જન્મ લે છે. પ્રબળ પુણ્યના પરિણામે તેમને ગર્ભના દુ:ખનો અનુભવ કરવો પડતો નથી, નારકોને ઉત્પન્ન થવા માટે ગોખલાના આકારનાં સ્થાનો હોય છે જેને કુંભી કહેવામાં