SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ અધ્યાય : ૨, સૂત્ર-૩૦-૩૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ત્રીજા સમયે વળીને સમશ્રેણિએ ત્રસનાડીની બહારની દિશામાં જાય, ચોથા સમયે વળીને સમશ્રેણિએ વિદિશામાં ઉત્પત્તિસ્થાને આવે. આ ગતિમાં ત્રણ વળાંક હોવાથી આ તિ ત્રિવક્રા છે. સૂત્ર (૨-૩૦) પ્રયોજનઃ- અવિગ્રહ ગતિનો કાળ કેટલો ? તે જણાવે છે. एकसमयोऽविग्रहः ૨-૨૦ એકસમયોઽવિગ્રહ: ૨-૩૦ એક સમયઃ અવિગ્રહ: ૨-૩૦ શબ્દાર્થ :- અવિગ્રહ વિગ્રહ રહિત સૂત્રાર્થ :- અવિગ્રહ (સરળ ગતિનો કાળ) એક જ સમયનો હોય છે. ભાવાર્થ :- જે ગતિમાં વિગ્રહ ન હોય અર્થાત્ ઋજુ કે સરળ ગતિ હોય તે એક સમયની જ હોય છે. જીવને જે સ્થાને ઉત્પન્ન થવાનું છે ત્યાં એક સમયમાં પહોંચી જાય તો તે અવિગ્રહ ગતિથી જ જાય છે અને એક કરતા વધુ સમય લાગે તો પણ પ્રથમના ૧ સમય, આહારક = મરણદેશ ઉત્પત્તિદેશ સમયે અવિગ્રહ ગતિ જ હોય છે. બાકીના સમયોમાં વિગ્રહ ગતિ હોય છે કારણ કે બીજા સમયથી વળાંક શરૂ થઈ જાય છે. સૂત્ર(૨-૩૧) પ્રયોજન ઃ- જીવ જ્યારે પરભવમાં જાય ત્યારે અનાહારક (આહારનો અભાવ) હોય છે. ક્યાં સુધી જીવ અનાહારક રહે ? તે આ સૂત્ર દર્શાવે છે. एकं द्वौ वाऽनाहारकः ૨-૨૬ એક ઢૌ વાડનાહારકઃ ૨-૩૧ ૨-૩૧ એક ઢૌ વા અન્-આહારકઃ શબ્દાર્થ :- એકં = એક, ઢૌ = બે, વા = અથવા, અન્-આહારકઃ = આહાર વિનાનો.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy