________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૨, સૂત્ર-૨૯
૧૨૩ શબ્દાર્થ - વિગ્રહવતી = વળાંકવાળી ગતિ, સંસારિણઃ = સંસારી જીવોની, પ્રાફ = પૂર્વે(પહેલા), ચતુર્ભ = ચારથી
સૂત્રાર્થ :- સંસારી જીવોની વિગ્રહવાળી અને વિગ્રહવિનાની એમ બે પ્રકારની ગતિ હોય છે. વિગ્રહવાળી ગતિ વધુમાં વધુ ચારની પૂર્વે એટલે ત્રણ વક્રવાળી (ચાર સમય સુધીની) હોય છે.
ભાવાર્થ - સંસારી જીવ જ્યારે એક ભવ પૂર્ણ કરી બીજા ભવમાં જાય ત્યારે સીધો પણ જાય (અવિગ્રહ) અને વળાંક લઈને (વિગ્રહથી) પણ જાય છે. જ્યારે ઉત્પત્તિ સ્થાન મૃત્યુ સ્થાનથી સમશ્રેણિમાં હોય ત્યારે જીવ કોઈ જાતના વળાંક વિના અવિગ્રહ ગતિથી ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. પરંતુ જ્યારે ઉત્પત્તિસ્થાન મૃત્યુસ્થાનથી સમશ્રેણિમાં ન હોય ત્યારે જીવને કોઈ વખત એક, કોઈ વખત બે કે કોઈ વખત ત્રણ વળાંકથી ગતિ કરવી પડે છે.
જે ગતિમાં એક વળાંક તે ગતિ એકવકા, બે વળાંક આવે તે દ્વિવક્રા અને ત્રણ વળાંક આવે તે ત્રિવિક્રા કહેવાય છે. જીવને પરભવમાં જતાં વળાંક લેવા પડે છે તેના બે કારણો છે. (૧) જીવ કર્મને આધીન હોવાથી પોતાના કર્મ પ્રમાણે દિશા-વિદિશાઓમાં, આડા
અવળા સ્થાનમાં ઉત્પન્ન થવું પડે છે. (૨) આકાશ પ્રદેશોની શ્રેણિને અનુસારે જ ગતિ કરવાની હોય છે. સૂત્ર ર-ર૭માં
આ વાત સમજાવી છે.
એકવક્રો ગતિ બે સમયની, દ્વિવક્રો ગતિ ત્રણ સમયની, ત્રિવજી ગતિ ચાર સમયની અને ચતુર્વક્રા ગતિ પાંચ સમયની હોય છે. કારણ કે દરેક પ્રકારની વક્રગતિમાં પ્રથમ સમયની ગતિ તો સીધી (અવક્ર) જ હોય છે. ત્રિવક્રા અથવા ચતુર્વક્રા ગતિ સ્થાવરમાં ઉત્પન્ન થનારા જીવમાં જ હોઈ શકે છે.
આ સૂત્રની સમજ માટે પેજ નં. ૧૨૬ માં બતાવેલી આકૃતિ જુઓ. દાખલા તરીકે ત્રસનાડીની બહાર રહેલ કોઈ જીવ અધોલોકની દિશામાંથી ત્રસનાડીની અંદર અધોલોકની દિશામાં પ્રવેશ કરે, બીજા સમયે વળીને સમશ્રેણિએ ઉર્ધ્વલોકમાં આવે,