SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૨ અધ્યાય : ૨, સૂત્ર-૨૮-૨૯ તત્ત્વાર્થાધિગમ સૂત્ર શબ્દાર્થ :- અનુશ્રેણિ = સીધી રેખા, ગતિ = જવું સૂત્રાર્થ :- (જીવ કે પુદ્ગલની) ગતિ સીધી રેખા પ્રમાણે થાય છે. ભાવાર્થ :- છ પ્રકારના દ્રવ્યોમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો જ ગતિશીલ છે. બંને દ્રવ્યોની ગતિ જો કોઈ બાહ્ય ઉપાધિ ન હોય તો સીધી જ થાય છે. શ્રેણિ એટલે રેખા. અનુશ્રેણિ એટલે સીધી રેખા પ્રમાણે. લોકના મધ્ય ભાગથી ઉપર-નીચે અને આજુબાજુ આકાશ પ્રદેશોની સીધી રેખાઓ આવેલી છે. જેમ ટ્રેઈન પાટા ઉપર જ ચાલે તેમ જીવ આકાશ પ્રદેશની શ્રેણિ ઉપર જ ચાલે છે. મૃત્યુ પછી ચાર દિશા અને ઉપર-નીચે કોઈપણ એક દિશામાં, બાંધેલા આયુષ્યના આધારે, જીવનું ગમન થાય છે. પ્રયોજન - સૂત્ર (૨-૨૮) સિદ્ધ જીવોની ગતિ જણાવે છે. अविग्रहा जीवस्य २-२८ અવિગ્રહ જીવસ્ય ર-૨૮ અવિગ્રહા જીવસ્ય ૨-૨૮ શબ્દાર્થ:-અવિગ્રહા=વિગ્રહ રહિત (સરળ), જીવસ્ય-જીવની (સંપૂર્ણ કર્મ રહિત જીવની) સૂત્રાર્થ :- (સિદ્ધ ગતિમાં જતાં) જીવની ગતિ સરળ જ હોય છે. ભાવાર્થ - જીવ જ્યારે સર્વ કર્મોનો ક્ષય કરીને દેહત્યાગ કરે છે ત્યારે તે જ સ્થાનથી ઉર્ધ્વ ગતિમાં ઉપર જાય છે, અર્થાત્ વક્ર ગતિ કરતો નથી. અહીં જીવ શબ્દથી સિદ્ધ થતાં જીવો સમજવાના છે. સૂત્ર (૨-૨૯) પ્રયોજન - સંસારી જીવોની ગતિ તથા વિગ્રહ ગતિનો કાળ સમજાવે છે. विग्रहवती च संसारिणः प्राक् चतुर्थ्यः २-२९ વિગ્રહવતી ચ સંસારિણઃ પ્રાફ ચતુર્ભ ર-૨૯ વિગ્રહવતી ચ સંસારિણઃ પ્રાકુ ચતુર્ભુ ર-૨૯
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy