SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૨, સૂત્ર-૨૭ ૧ ૨૧ ભાવાર્થ - કોઈપણ જીવને મૃત્યુ પામી બીજી ગતિમાં જવાનું હોય છે. તે સમયે પ્રત્યેક સંસારી આત્મા જેને ઔદારિક શરીર હોય તેણે ઔદારિકશરીરને છોડી જવાનું હોય છે. જીવ જ્યારે પરભવમાં જાય ત્યારે કાર્પણ અને તૈજસ એ બે શરીરો જ તેની સાથે હોય છે. સંસારી જીવને કોઈપણ ક્રિયા કરવી હોય તો યોગની (આત્મિક શક્તિની) જરૂર પડે છે. આત્મિક શક્તિનો ઉપયોગ કરવામાં સહાયક સાધનો છે મન, વચન અને કાયા. આ ત્રણમાંથી એકની પણ સહાય વિના સંસારી જીવ પરભવમાં બે પ્રકારની ગતિથી જાય છે. એક વિગ્રહ(વળાંકવાળી) ગતિ અને બીજી અવિગ્રહ (વળાંક વગરની) ગતિ. પરભવમાં જતાં મન અને વચન ન હોવાથી એ બે યોગોનો તો સર્વથા અભાવ હોય છે. આથી પરભવમાં જતા જીવને વિગ્રહગતિમાં માત્ર કાર્મણ કાયયોગ જ હોય છે. મન, વચન અને કાયાના યોગ કુલ ૧૫ પ્રકારના છે. આ ૧૫ ભેદો છઠ્ઠા અધ્યાયના પહેલા સૂત્રમાં વિચારીશું. મનના ચાર, વચનના ચાર અને કાયાના સાત એમ ૧પ યોગમાંથી માત્ર કાર્પણ કાયયોગ જ વિગ્રહ ગતિમાં હોય છે. કારણકે ત્યાં પૂર્વભવનું શરીર છૂટી ગયું છે અને નવા ભવનું શરીર હજુ આ જીવને પ્રાપ્ત થયું નથી. તેથી શરીર સંબંધી ઔદારિક-વૈક્રિય અને આહારક યોગો સંભવતા નથી. શંકા - જીવ પરભવમાં વિગ્રહ અને અવિગ્રહ એમ બે પ્રકારની ગતિથી જાય છે. વિગ્રહ ગતિથી જાય ત્યારે કાર્પણ કાયયોગની સહાય હોય છે તે સમજાયું. પરંતુ અવિગ્રહ ગતિથી જાય ત્યારે ક્યા યોગની સહાય હોય ? સમાધાન :- અવિગ્રહ ગતિ એક જ સમયની હોય છે અર્થાત્ અવિગ્રહ ગતિથી જીવ એક જ સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. એક સમયની અવિગ્રહ ગતિમાં ગતિ કરવા નવી સહાય લેવી પડતી નથી. અવિગ્રહ ગતિમાં જીવને પૂર્વભવના શરીરના યોગની સહાય હોય છે. સૂત્ર (ર-ર૭) પ્રયોજન - આકાશમાં જીવની કે પુદ્ગલની ગતિ કેવી હોય છે તે જણાવે છે. अनुश्रेणिगतिः २-२७ અનુશ્રેણિગતિઃ ર-ર૭ અનુશ્રેણિ ગતિઃ ર-૨૭
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy