________________
૧ ૨૦ અધ્યાય : ૨, સૂત્ર-૨૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર શબ્દાર્થ :- સંશિનઃ = સંજ્ઞી જીવો, સમસ્કા = મનવાળા સૂત્રાર્થ- સંજ્ઞી જીવો મનવાળા હોય છે.
ભાવાર્થ :- સૂત્ર ર-૧૧માં સંસારી જીવો મનવાળા અને મન વગરના એમ બે પ્રકારના હોય છે તેમ જણાવ્યું. હવે ક્યા જીવો મનવાળા અને ક્યાં જીવો મન વિનાના હોય તેનું સમાધાન ગ્રંથકારશ્રીએ આ સૂત્રમાં કર્યું છે. સંજ્ઞી જીવો મનવાળા હોય છે આથી અસંજ્ઞી જીવો મન રહિત છે તે સિદ્ધ થાય છે.
ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળને આશ્રયીને પોતાના હિત-અહિતનો દીર્ઘ કાળ સંબંધી વિચાર કરવાની શક્તિને દીર્ઘકાલિકી સંજ્ઞા કહેવાય છે. તે સંજ્ઞાવાળા જે જીવો છે તેને સંજ્ઞી કહેવાય છે. દેવ, નારકી, ગર્ભજમનુષ્ય અને ગર્ભજ તિર્યંચ જીવો સંજ્ઞી છે.
જે જીવો ત્રણે કાળને આશ્રયીને કેવી પ્રવૃત્તિ મને હિતકારક છે અને કેવી પ્રવૃત્તિ અહિતકારક છે તેનો વિચાર કરી શકતા નથી તે જીવો અસંજ્ઞી કહેવાય છે. તે જીવો માત્ર વર્તમાન કાળ પૂરતો જ સામાન્ય વિચાર કરી શકે છે. એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો મન વિનાના હોય છે. દીર્ઘકાલિકી સંજ્ઞા ન હોવાથી આવા જીવો અસંજ્ઞી કહેવાય છે.
સૂત્ર (૨-૨૬) પ્રયોજન - જીવ એક શરીર છોડી બીજા શરીરને ધારણ કરવા ગમન કરે છે ત્યારે ક્યો યોગ હોય છે તે જણાવે છે અર્થાત્ વિગ્રહ ગતિમાં ક્યો યોગ હોય? તે જણાવે છે.
विग्रहगतौ कर्मयोगः २-२६ વિગ્રહગતી કર્મયોગઃ ૨-૨૬
વિગ્રહગતો કર્મયોગઃ ૨-૨૬ શબ્દાર્થ - વિગ્રહગતૌ = પરભવે જતાં વક્રગતિમાં, કર્મયોગ = કાશ્મણકાય યોગ
સૂત્રાર્થ:- વિગ્રહગતિમાં (એક ભવમાંથી બીજા ભવમાં જતાં વચગાળાની ગતિમાં) કાર્પણ કાયયોગ હોય છે.