________________
૧૧૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૨, સૂત્ર-૨૫
સૂત્રાર્થ :- કૃમિ, કીડી, ભ્રમર અને મનુષ્ય આદિ જીવોને એક એક (ઈન્દ્રિય) વધારે-વધારે હોય છે.
ભાવાર્થ :- સૂત્રમાં એકૈકવૃદ્ધાનિ કહ્યું કેમ કે વાયુ સુધીના જીવો એકેન્દ્રિય છે. તેમાં એક વધતા કૃમિ વગેરે જીવોને બે ઈન્દ્રિય હોય છે. તેમાં એક વધતા પિપીલિકા આદિ જીવોને ત્રણ ઈન્દ્રિય હોય છે. આ રીતે ભ્રમર વગેરેને ચાર અને મનુષ્ય વગેરેનો પાંચ ઈન્દ્રિયો હોય છે.
ટૂંકમાં પૃથ્વીકાય-અપકાય-તેઉકાય-વાઉકાય અને વનસ્પતિકાય એમ પાંચ પ્રકારના સ્થાવર જીવોને સ્પર્શનેન્દ્રિય હોય છે. કૃમિ, કરમીયા, શંખ, કોડા, અળસીયા અને પોરા વગેરે જીવોને સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય એમ બે ઈન્દ્રિયો હોય છે. કીડી-જુ-મંકોડામાંકડ-કાનખજુરા વગેરે જીવોને સ્પર્શન-રસન અને ઘ્રાણ એમ ત્રણ ઈન્દ્રિયો હોય છે. ભમરા-ભમરી-બગાઈ-વીંછી-તીડ અને માખી વગેરે જીવોને ચક્ષુ સાથે ચાર ઈન્દ્રિયો હોય છે. તથા મનુષ્ય, તિર્યંચ અને નાક તથા દેવોના જીવોને શ્રોત્ર સાથે પાંચે ઈન્દ્રિયો હોય છે. આંધળા, બહેરા, બોબડા વગેરે વિકલાંગ જીવોને પણ પંચેન્દ્રિય જ સમજવા માત્ર દ્રવ્યેન્દ્રિયની ખામી જાણવી.
શંકા :- એક ઈન્દ્રિય હોય તેને એકેન્દ્રિય કહેવાય છે. આ નિયમ દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ છે કે ભાવેન્દ્રિયની અપેક્ષાએ ?
સમાધાન :- જીવોમાં એકેન્દ્રિય આદિ વ્યવહાર દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ છે. ભાવ ઈન્દ્રિયો દરેક પ્રાણીને પાંચ હોય છે. પરંતુ દ્રવ્યેન્દ્રિયના અભાવે તે તે ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન થતું નથી.
સૂત્ર(૨-૨૫) પ્રયોજન :- ક્યા જીવો મનસહિત હોય છે તેનું નિરૂપણ નીચેના સૂત્રમાં કરે છે.
संज्ञिनः समनस्काः
સંશિન : સમનસ્કાઃ
સંશિનઃ સમનસ્કાઃ
૨-૨૫
૨-૨૫
૨-૨૫