________________
૧૧૮ અધ્યાય : ૨, સૂત્ર-૨૩-૨૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્ર (ર-૨૩) પ્રયોજન - એક ઈન્દ્રિય કોને હોય છે તે જણાવે છે.
वाय्वन्तानामेकम् २-२३ વાધ્વન્તાનામકમ્ ૨-૨૩
વાયુ અન્તાનામ્ એકમ્ ૨-૨૩ શબ્દાર્થ:- વાયુ = વાયુકાય, અત્તાનામ્ = સુધીના (જીવોને), એકમ્ = એકેન્દ્રિય સૂત્રાર્થ - વાયુ સુધીના જીવોને એક ઈન્દ્રિય હોય છે.
ભાવાર્થ :- અહી એક જ ઈન્દ્રિય એટલે દ્રવ્યન્દ્રિય સમજવી. ભાવ ઈન્દ્રિયાતો પ્રત્યેક જીવને પાંચ હોય છે. સૂત્ર ૨-૧૩ અને ૨-૧૪માં જીવોના જે ભેદો જણાવ્યા છે તેમાં વાયુ સુધીના જે જીવો છે તેને ફક્ત એક સ્પર્શનેન્દ્રિય જ હોય છે. સૂત્ર ૨-૧૩ માં કહેલા પૃથ્વી-અપ અને વનસ્પતિ અને સૂત્ર ૨-૧૪માં કહેલા તેજો અને વાયુ એમ કુલ પાંચ પ્રકારના જીવોને એક સ્પર્શનેન્દ્રિય જ હોય છે.
શંકા - એકેન્દ્રિય જીવોની યોનિ(જીવોનું ઉત્પત્તિ સ્થાન) કેટલી?
સમાધાન :- પૃથ્વી-અપ-તેલ અને વાયુની યોનિ સાત લાખ છે. પ્રત્યેક વનસ્પતિકાયની યોનિ દશ લાખ છે. સાધારણ વનસ્પતિકાયની યોનિ ચૌદ લાખ છે. એકેન્દ્રિય જીવોની કુલ યોનિ (પર) બાવન લાખ છે.
સૂત્ર (૨-૨૪) પ્રયોજન - બે,ત્રણ,ચાર અને પાંચ ઈન્દ્રિયો કોને હોય તે જણાવે છે. कृमिपिपीलिकाभम्ररमनुष्यादीनामेकैकवृद्धानि
२-२४ કૃમિપિપીલિકાભ્રમરમનુષ્યાદીનામેકેકવૃદ્ધાનિ
૨-૨૪ કૃમિ-પિપીલિકા-ભ્રમર-મનુષ્ય-આદીનામ્ એક એક વૃદ્ધાનિ ૨-૨૪
શબ્દાર્થ - કૃમિ = કરમીઆ, પિપીલિકા = કીડી, ભ્રમર = ભમરો, મનુષ્ય = માનવ, આદીનામ્ = વગેરેને, વૃદ્ધાનિ = અધિક અધિક.