SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ અધ્યાય : ૨, સૂત્ર-૨૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર આમ એક જ એપલમાં પાંચ પર્યાયોને તે તે ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય છે. ઉપર જણાવેલા પાંચ વિષયો એક જ દ્રવ્યના અવિભાજય પર્યાયો જ છે. કોઈપણ એક ઈન્દ્રિય પોતાના વિષયને જ જાણી શકે છે. બાકીના વિષયો તે ઈન્દ્રિય દ્વારા જાણી શકાતા નથી. સ્પર્શનેન્દ્રિયમાં સ્પર્શ સિવાય બીજા કોઈ વિષય જાણવાની શક્તિ નથી. રસનેન્દ્રિયમાં રસ સિવાય બીજા કોઈ વિષયને જાણવાની શક્તિ નથી એમ બધી ઈન્દ્રિયોમાં સમજવું. શંકા - એક સમયે કેટલા ઉપયોગ થઈ શકે ? સમાધાન - ઉપયોગની ગતિ અતિ સૂક્ષ્મ હોવાથી એક જ સમયમાં થયું તેમ લાગે છે પણ ખરેખર તેનો સમય ભિન્ન ભિન્ન હોય છે. કમળના પાંદડાનો એક સાથે ગોઠવીને ઉપરાઉપર ઢગલો કરાયો હોય અને કોઈ શક્તિશાળી યુવાન એક જ ભાલાથી બધા પત્રોને એક સાથે વિધિ નાખે ત્યારે એક જ સાથે બધા પત્રોમાં કેદ થયો તેમ જણાય છે પણ હકીકતમાં તેવું હોતું નથી, એક પત્રથી બીજા પત્ર સુધી ભાલો પહોંચે ત્યાં વચ્ચે અસંખ્યાત સમય પસાર થઈ જાય છે એ જ રીતે એક સમયે ઉપયોગ એક જ હોય છે. જે ઈન્દ્રિય પોતાના વિષયમાં પ્રવર્તે તે જ તેનો ઉપયોગ જાણવો તે સમયે બીજી ઈન્દ્રિયના જ્ઞાનનું અસ્તિત્વ જરૂર હોય પણ બીજો ઉપયોગ હોઈ શકે નહીં. તીર્થંકર પ્રભુને પણ એક સાથે બે ઉપયોગ હોય નહી. શંકા - સ્પર્શ, રસ, ઘાણ, વર્ણ અને શબ્દ આ પાંચ પર્યાયો (વિષયો) બધા દ્રવ્યોમાં કેમ જોવા મળતા નથી ? સમાધાન :- દરેક દ્રવ્યમાં પાંચે પર્યાયો છે છતા બધા એક સાથે જોવા ન મળે તેવું બને છે. પર્યાય ઉત્કટ (મંદ ન હોય) હોય તો ઈન્દ્રિય તેને પકડી શકે છે. કેટલાક દ્રવ્યોમાં પાંચ પર્યાયો ઉત્કટ રીતે અભિવ્યક્ત થાય છે અને કેટલાકમાં એક કે બે પર્યાય જ ઉત્કટ રીતે અભિવ્યક્ત થાય છે. જેમ કે સૂર્ય કે ચંદ્રથી પ્રભાનો વર્ણ જોવા મળે છે પણ તેના સ્પર્શ,રસ,ગંધ ઈન્દ્રિયોની પકડમાં આવતા નથી. એ રીતે વાયુનો સ્પર્શ અનુભવાય છે પણ રસ કે ગંધની ખબર પડતી નથી. આ ઉપરાંત ઈન્દ્રિયોની ગ્રાહ્ય શક્તિ બધા પ્રાણીઓમાં એક સરખી હોતી નથી. કૂતરો ઘણે દૂરથી ગંધને પકડી શકે છે જ્યારે મનુષ્યની પકડમાં દરેક પ્રકારની ગંધ આવતી નથી.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy