________________
અધ્યાય : ૨, સૂત્ર-૨૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
શબ્દાર્થ ઃ- સ્પર્શન = ત્વચા, રસન = જીભ, પ્રાણ=નાક, ચક્ષુ=આંખ, શ્રોત્ર=કાન. સૂત્રાર્થ :- સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર(આ પાંચ ઈન્દ્રિયો છે.) ભાવાર્થ :- સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિય એમ પાંચ ઈન્દ્રિયો છે.
શંકા ઃ- ઈન્દ્રિયોના નામ સ્પર્શન આદિ ક્રમથી જણાવવામાં કોઈ વિશિષ્ટ કારણ છે?
સમાધાન ઃ- વિશિષ્ટ કારણ એ છે કે જેમ જેમ અધિક ઈન્દ્રિયો પ્રાપ્ત થાય છે તેમ તેમ ચૈતન્યનો અધિક વિકાસ થાય છે. અધિક ઈન્દ્રિયોની પ્રાપ્તિ ક્રમશઃ થાય છે.
૧૧૪
જે જીવો એક ઈન્દ્રિયવાળા હોય અર્થાત્ એકેન્દ્રિય હોય તેમને સ્પર્શન ઈન્દ્રિય હોય છે. સ્પર્શનેન્દ્રિય દરેક જીવને અવશ્ય હોય છે. એકેન્દ્રિય જીવ જ્યારે બેઈન્દ્રિય બને ત્યારે તેને સ્પર્શન અને રસન એમ બેઈન્દ્રિય હોય છે.
એકેન્દ્રિયાદિ કોઇપણ જીવ જ્યારે તેઈન્દ્રિય બને ત્યારે તેને સ્પર્શન, રસન અને પ્રાણ(નાક) એમ ત્રણ ઈન્દ્રિયો હોય છે.
એકેન્દ્રિયાદિ કોઇપણ જીવ જ્યારે ચઉરિન્દ્રિય બને ત્યારે સ્પર્શન, રસન, પ્રાણ અને ચક્ષુ એ ચાર ઈન્દ્રિયો હોય છે.
એકેન્દ્રિયાદિ કોઇપણ જીવ જ્યારે પંચેન્દ્રિય બને ત્યારે સપર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઈન્દ્રિય હોય છે.
આમ ઈન્દ્રિયોની વૃદ્ધિના ક્રમથી અહીં સ્પર્શન આદિ ઈન્દ્રિયોના નામ જણાવ્યા છે. દરેક જીવને એક એક જ ઈન્દ્રિયની વૃદ્ધિ થાય છે એવો નિયમ નથી.
એકેન્દ્રિયમાંથી સીધો તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય પણ બની શકે છે.
સૂત્ર (૨-૨૧) પ્રયોજન :- પાંચ ઈન્દ્રિયોમાં દરેકનો વિષય જણાવે છે. स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः સ્પર્શરસગન્ધવર્ણશબ્દાસ્તેષામર્થાઃ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દાઃ તેષામ્ અર્થાઃ
૨-૨૬
૨-૨૧
૨-૨૧