________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૨, સૂત્ર-૨૦
ભાવાર્થ : • સ્પર્શનેન્દ્રિય દ્વારા સ્પર્શને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે.
• રસનેન્દ્રિય દ્વારા રસને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. • ઘ્રાણેન્દ્રિય દ્વારા ગંધને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. ચક્ષુરિન્દ્રિય દ્વારા રૂપને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. • શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે.
સ્પર્શ આદિ પાંચ વિષયો રૂપી પદાર્થના ગુણ-પર્યાયો છે. તેમાં દ્રવ્યેન્દ્રિયની સહાયથી ભાવેન્દ્રિય રૂપ મતિજ્ઞાન પ્રવર્તે છે.
છે.
શંકા :- ઈન્દ્રિયો દ્વારા પદાર્થને ગ્રહણ કરવાની અર્થાત્ જાણવાની શક્તિ કેટલી? સમાધાન ઃ- શ્રોતેન્દ્રિય બાર યોજન સુધીના દૂરથી આવેલા શબ્દને સાંભળી શકે
૧૧૩
• ચક્ષુ ઈન્દ્રિય સ્વયં પ્રકાશક એવા સૂર્ય-ચંદ્રાદિ જેવી વસ્તુને લાખ યોજનથી કંઈક અધિક દૂર રહેલી વસ્તુને જોઈ શકે છે.
• સ્પર્શ, રસ, ગંધ ત્રણે ઈન્દ્રિયો નવ યોજનથી આવેલા પોતાના વિષયને જાણી શકે છે. જો નવ યોજનથી અધિક દૂરથી પુદ્ગલો આવે તો તીવ્ર ઘ્રાણેન્દ્રિય શક્તિથી પણ ગંધ ન જાણી શકાય. કારણકે નવ યોજનથી અધિક દૂરથી આવેલા પુદ્ગલોનો પરિણામ એટલો મંદ થઈ જાય છે, કે જેથી તે પુદ્ગલો પોતાના વિષયનું જ્ઞાન ઉત્પન્ન કરવામાં નિમિત્ત બની શકતા નથી. આંખ સિવાય ચાર ઈન્દ્રિયો જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા દૂર રહેલા પોતાના વિષયને જાણી શકે છે. આંખ જઘન્યથી અંગુલના સંખ્યાતમા ભાગ જેટલા દૂર રહેલા રૂપને જાણી શકે છે.
સૂત્ર (૨-૨૦) પ્રયોજન ઃ સૂત્રમાં પાંચ ઈન્દ્રિયોના નામ જણાવે છે. स्पर्शनरसनघ्राणचक्षुः श्रोत्राणि
૨-૨૦
૨-૨૦
૨-૨૦
સ્પર્શનરસનઘ્રાણચક્ષુઃશ્રોત્રાણિ
સ્પર્શન-૨સન-પ્રાણ-ચક્ષુઃ શ્રોત્રાણિ