SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ અધ્યાય : ૨, સૂત્ર-૧૯ તલવારની ધારના સ્થાને અત્યંતરનિવૃત્તિ છે. તલવારની ધાર કે જેમાં કાપવાની શક્તિ છે. તે ઉપકરણ ઇન્દ્રિય છે. જીવમાં રહેલી તલવાર ચલાવવાની કળાના સ્થાને લબ્ધિ ઇન્દ્રિય છે. તલવાર ચલાવવાની કળાના વપરાશના સ્થાને ‘ઉપયોગ’ ઇન્દ્રિય છે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર શંકા :- લબ્ધિ અને ઉપયોગ બંને જ્ઞાન સ્વરૂપ છે છતાં તેને ઈન્દ્રિય કેમ કહેવાય છે ? સમાધાન :- લબ્ધિ-ઈન્દ્રિયની સફળતાનો આધાર ઉપયોગ ઈન્દ્રિય છે. લબ્ધિ ગમે તેટલી હોય છતાં ઉપયોગ ન થાય તો શું કામની ? લબ્ધિ-મળેલી શક્તિનો ઉપયોગ કરવામાં ઈન્દ્રિયોની જરૂર છે, ઈન્દ્રિય વિના ઉપયોગ થઈ શક્તો નથી. આમ લબ્ધિ અને ઉપયોગમાં ઈન્દ્રિયો કારણ હોવાથી - કાર્યમાં કારણનો ઉપચાર કરીને દ્રવ્યેન્દ્રિયને પણ ઈન્દ્રિય કહેવામાં આવે છે. આ જ વાત સરળ શબ્દોમાં રજુ કરતા કહી શકાય કે પ્રત્યેક જીવને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન રૂપ લબ્ધિ હોય છે પણ તે લબ્ધિ ઈન્દ્રિયોની મદદ વિના કામ આપી શક્તી નથી તેથી તે જ્ઞાનશક્તિને ભાવેન્દ્રિય નામ આપવું પડે છે. અને તેમાં સહાયક થનારી પુદ્ગલની બનેલી ઇન્દ્રિયોને દ્રવ્યેન્દ્રિય કહેવાય છે. આ રીતે લબ્ધિ કે ઉપયોગ જ્ઞાનરૂપ હોવા છતાં તેને ઈન્દ્રિય રૂપે નામ ધારણ કરવું પડે છે. સૂત્ર (૨-૧૯) પ્રયોજન :- ભાવ ઈન્દ્રિયમાં રહેલા ઉપયોગના વિષયો જણાવે છે. उपयोग: स्पर्शादिषु ૨-૧૧ ૨-૧૯ ૨-૧૯ શબ્દાર્થ ઃ- ઉપયોગ = ઉપયોગ-વ્યાપાર, સ્પર્શ = સ્પર્શ ઈન્દ્રિયનો વિષય, આદિ = આ શબ્દથી રસ-રૂપ-ગંધ-શબ્દ એ ચાર વિષયો છે. ઉપયોગઃ સ્પર્શાદિષ ઉપયોગઃ સ્પર્શ આદિપુ સૂત્રાર્થ :- (આ પાંચ ઈન્દ્રિયોનો) સ્પર્શ વગેરે વિષયો જાણવામાં ઉપયોગ થાય છે. અર્થાત્ સ્પર્શ આદિ પુદ્ગલના ગુણો જાણવામાં આ ઇન્દ્રિયોનો વપરાશ થાય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy