SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૨, સૂત્ર-૧૮ સૂત્રાર્થ :- ભાવઈન્દ્રિયના લબ્ધિ અને ઉપયોગ (એમ બે ભેદો છે.) ભાવાર્થ:- લબ્ધિ એટલે લાભ. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાનશક્તિનો લાભ તે લબ્ધિ. ઉપયોગ એટલે વ્યાપાર. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મળેલી જ્ઞાનશક્તિરૂપ લબ્ધિનો વ્યાપાર (વ્યવહાર કરવો) તે ઉપયોગ. એક દૃષ્ટાંતથી આ સૂત્ર સમજીએ- ધારો કે કોઈ વ્યક્તિ રૂા. ૪૦ લાખની મૂડીને ધંધામાં રોકે છે. તેમાંથી તેને પ્રાપ્ત થયેલા રૂા. ૫૦ લાખને લબ્ધિ કહેવાય છે. તેમાંથી જે રૂા. ૪૦ લાખ વેપારમાં રોકાયા તેને ઉપયોગ કહેવાય છે. જેમ વેપારી પોતાની બધી જ મૂડીને વેપારમાં રોકતો નથી તેમ જીવ પણ ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી બધી જ્ઞાનશક્તિનો હંમેશાં ઉપયોગ કરી શકતો નથી. ઈન્દ્રિય દ્રવ્યન્દ્રિય ભાવેન્દ્રિય નિવૃત્તિ ઉપકરણ (ધારની શક્તિના સ્થાને) કાનમાં સાંભળવામાં સહાયક થવાની જે શક્તિ લબ્ધિ (તલવાર ચલાવવાની કળાના સ્થાને) ઉપયોગ (તલવાર ચલાવવાની કળાના વપરાશના સ્થાને) વિવેક જ્ઞાન બાહ્ય અત્યંતર (તલવારના સ્થાને) (તલવારની ધારના સ્થાને) દા. ત. બહારનો કાન અંદરનો કાન જેમ કે આપણે ઉંઘમાં હોઈએ ત્યારે જ્ઞાનશક્તિનો ઉપયોગ કરતા નથી. જાગૃત હોઈએ તો પણ સદા બધી જ્ઞાનશક્તિનો એક સાથે સરખો ઉપયોગ કરતા નથી. તલવારના દૃષ્ટાંતથી ઉપરના બંને સૂત્રો સમજીએ. તલવારના સ્થાને બાહ્યનિવૃત્તિ છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy