SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૨, સૂત્ર-૧૮ ભાવાર્થ :- નિવૃત્તિ એટલે વિશિષ્ટ આકારની રચના. શરીર ઉપર દેખાતી ઈન્દ્રિયોની આકૃતિઓ અર્થાત્ બહા૨ જણાતા આકાર રૂપે ઈન્દ્રિયોની ઉત્ત્પત્તિ થવી તે નિવૃત્તિ. ઉપકરણ એટલે ઉપકારક, નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયની અંદર રહેલી વિષયમાં જાણવામાં સહાયક થવાની જે શક્તિ છે તે શક્તિને ઉપકરણ કહેવાય છે. આથી એ સિદ્ધ થયું કે જે સ્થાનમાં નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે તે જ સ્થાનમાં ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે. નિવૃત્તિ હોવા છતાં શક્તિનો ઉપઘાત થાય તો વિષયનો બોધ ન પણ થાય અને તે ઉપકરણ ઇન્દ્રિયની ખામી સમજવી. ૧૧૦ જેમ કે બહે૨ો માણસ નિવૃત્તિ ઇન્દ્રિય હોવા છતાં શક્તિરૂપ ઉપકરણ ઇન્દ્રિય ન હોવાથી સાંભળી શકે નહિ. નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયના બાહ્ય અને અત્યંતર એમ બે ભેદો છે. આપણને દેખાતો ચક્ષુનો બાહ્ય આકાર બાહ્યનિવૃત્તિ છે. બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયની અંદર રહેલો તે તે ભાગ. જેમકે, ચક્ષુમાં રહેલી કીકી વગેરે અંદરનો ઈન્દ્રિયનો આકાર તે અત્યંતરનિવૃત્તિ છે. આંખ એ બાહ્યનિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે અને આંખમાં રહેલી કીકી અત્યંતરનિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે. આંખની કીકીમાં જોવાની શક્તિને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય કહેવાય છે. ઉપકરણ દ્રવ્યેન્દ્રિય એટલે અત્યંતર નિવૃત્તિમાં રહેલી પોતપોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ. આ વિષયને તલવારના દૃષ્ટાંતથી વિચારીએ બાહ્યનિવૃત્તિ તલવાર સમાન છે. અત્યંતરનિવૃત્તિ તલવારની ધાર સમાન છે. ઉપકરણ દ્રવ્યેન્દ્રિય તલવારની ધારમાં રહેલી કાપવાની તીક્ષ્ણ શક્તિ સમાન છે. સૂત્ર (૨-૧૮) પ્રયયોજન :- ભાવ ઈન્દ્રિયનાં બે ભેદો સમજાવે છે. लब्ध्युपयोग भावेन्द्रियम् લખ્યુપયોગૌ ભાવેન્દ્રિયમ ૨-૧૮ ૨-૧૮ લબ્ધિ ઉપયોગૌ ભાવેન્દ્રિયમ્ ૨-૧૮ શબ્દાર્થ :- લબ્ધિ = મતિ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ તે લબ્ધિ, ઉપયોગ = તે લબ્ધિનો જે વ્યાપાર તે ઉપયોગ, ભાવ = આત્મિક પરિણામ, ભાવેન્દ્રિય = આત્મિક પરિણામ રૂપ ઈન્દ્રિય.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy