________________
પ.પૂ.સા. શ્રી વાચંયમાશ્રીજી મહારાજ (બેન મ.સા.)
શ્રી ચન્દ્રકાન્તભાઈ
ધર્મલાભ !
તમને સહજ ભાવે જ્ઞાન પ્રત્યે રૂચિ છે, જ્ઞાનપ્રાપ્તિ માટે પ્રયત્ન છે. સાથે જ્ઞાનપિપાસુ મુમુક્ષુને જ્ઞાનનું પ્રદાન કરી રહ્યા છે.
જિનશાસનમાં જ્ઞાનદાનનું ખૂબ મહત્ત્વ છે. જ્ઞાન પ્રદાન સાથે તત્ત્વજ્ઞાનનો બોધ થાય તે માટે તમે પરદેશમાં પણ જ્ઞાનદાનના વર્ગ ચલાવો છો.
તમારી ૪ વર્ષની મહેનતથી સરળ ભાષામાં વર્તમાનકાલીન જીવો સમજી શકે તે સારગ્રાહી દૃષ્ટિ છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રના અર્થ સંક્ષિપ્ત વિવેચન તથા પ્રશ્નોત્તરી તૈયાર કરવાનો એક વિનમ્ર પ્રયાસ કર્યો છે તે સ્તુત્ય છે-અનુમોદનીય છે.
આ યુગમાં ભૌતિક સાહિત્ય અગણિત બહાર પડી રહ્યું છે ત્યારે પરદેશમાં રહીને આધ્યાત્મિક માર્ગે આગળ વધવાની તમારી ભાવના અને પ્રયત્ન સદા વિકસિત બનો.
સમ્યજ્ઞાનનું આદાન પ્રદાન કરતાં આપણે સહુ શીધ્ર કેવલજ્ઞાની બનીએ એ જ પ્રભુને પ્રાર્થના.
પ્રેરણાતીર્થ, તા. ૨૫-૧૨-૨૦૧૬, મા.વદ-૧૨, રવિવાર
- સાધ્વી વાચંયમાશ્રી (બેન મ.)ના
ધર્મલાભ
ન