________________
પૂ. શ્રી ધીરજમુનિ મ.સા.ની
શ્રુત અનુમોદના
શ્રુતાનુરાગી શ્રી ચંદ્રકાંતભાઈ મહેતા
આપશ્રીએ દસ પૂર્વધર પૂ. ઉમાસ્વાતિજી લિખિત ‘તત્ત્વાર્થ સૂત્ર’ નું સરળીકરણ કરીને જ્ઞાનપ્રેમીઓ માટે જે કાર્ય કરેલ છે તે સ્તુત્ય છે.
મોક્ષમાર્ગનો સાર અને તત્ત્વની જાણકારી મેળવવા સંગ્રહનયની દૃષ્ટિએ નાના નાના સૂત્રોમાં જડીબુટ્ટીઓ છે.
આપશ્રીએ દરિયાપાર વિદેશની ધરતી પર જૈન સેન્ટરોમાં પ્રશ્નોત્તરના માધ્યમે સહુને તત્ત્વજિજ્ઞાસુ બનાવવામાં અતિ અનુમોદનીય કાર્ય કરેલ છે.
સુશ્રી તરલાબેન દોશી અને શ્રી જયંતભાઈ કામદાર મારફત આપના જ્ઞાનયજ્ઞના સમાચાર પ્રાપ્ત થાય ત્યારે પ્રમોદભાવ જાગ્યા વિના રહેતો નથી. સહુ વધુ ને વધુ આપના દ્વારા સંકલિત પુસ્તકનો ઉપયોગ કરી આગળ વધે તેવી મંગલ મનોભાવના.
વાપી તા. ૧-૧-૨૦૧૭
- પૂ. ધીરજમુનિ મ.સા. (ગોંડલ સંપ્રદાય)