________________
રક્ષ રક્ષ શંખેશ્વર
પ.પૂ.આ.ભ. શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.
આજે ચંદ્રપ્રભસ્વામી ભગવાનના જન્મકલ્યાણકના દિવસે પંડિતવર્ય શ્રી ચંદ્રકાન્તભાઈએ તેમણે પોતે તૈયાર કરેલું તત્ત્વાર્થાધિગમ સૂત્રનું ભાષાંતર વિવરણ મારા હાથમાં મૂક્યું. મને ખૂબ જ આનંદ થયો.
તત્ત્વાર્થસૂત્ર એક એવું સૂત્ર છે કે જેને હું ગૃહસ્થપણામાં પણ ભણતો હતો અને આજે પણ ભણી રહ્યો છું. પૂર્વાચાર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજે કરેલી આ રચનાનો પાર પામવો મુશ્કેલ છે.
સહ
રક્ષ મામ્ દેવિ પદ્મ
તા. ૨૫-૧૨-૨૦૧૬ અમદાવાદ
મારા પૂજ્ય ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજ સાહેબે મને આશીર્વાદ આપતા કહ્યું હતું કે આ એક જ તત્ત્વાર્થ સૂત્રનું એવી રીતે મનન-ચિંતન અને નિદિધ્યાસન કરજે કે જગતના તમામ પ્રશ્નોના જવાબ આ એક જ સૂત્રમાંથી મળી જાય.
કોઈ પણ સાધક જો પોતાનો આત્મવિકાસ કરવા માંગે તો આ સૂત્ર જરૂર તેમને શૂન્યમાંથી પૂર્ણ... જીવમાંથી શિવ... અને આત્માથી પરમાત્મા બનાવવા સમર્થ છે.
શ્રી ચંદ્રકાન્તભાઈએ સ્વયં આ સૂત્રનો અભ્યાસ કર્યો છે અને અત્યારે અનેક મુમુક્ષુઓને પણ આ સૂત્રનો અભ્યાસ કરાવી રહ્યા છે. અમેરિકા જેવી અનાર્યભૂમિને તેઓ જાણે ધર્મભૂમિ બનાવવામાં પોતાનો સુંદર ફાળો આપી રહ્યા છે.
હું આખું પુસ્તક વાંચી શક્યો નથી પણ સરળ રજૂઆતની સાથે તેમણે શંકા-સમાધાન રૂપે પ્રશ્નોત્તરી શૈલી અપનાવી છે તે ખૂબ જ સુંદર પ્રયાસ છે. આવી શૈલી જોતા શ્રી ભગવતીજી સૂત્રના ૩૬૦૦૦ પ્રશ્નો અને ઉત્તરની યાદ આવી જાય છે.
શ્રી ચંદ્રકાન્તભાઈએ આ ગ્રંથ સરળ શૈલીમાં લખ્યો છે તો પણ નવા વિદ્યાર્થીઓએ આવા ગ્રંથનો સહારો લઈને પણ ગુરુગમથી જ્ઞાન મેળવવાનો આગ્રહ રાખવો.
શ્રી ચન્દ્રકાન્તભાઈ હવે પોતાના જીવનને “સ્વાધ્યાય જીવન” બનાવી શીઘ્ર મોક્ષગતિ પ્રાપ્ત કરે
એ જ...