________________
૧૦૮
અધ્યાય : ૨, સૂત્ર-૧૫
સૂત્ર (૨-૧૫) પ્રયોજન :- આ સૂત્રમાં ઈન્દ્રિયોની સંખ્યા જણાવે છે.
पंचेन्द्रियाणि
૨
પંચેન્દ્રિયાણિ
૨-૧૫
૨-૧૫
પંચ ઈન્દ્રિયાણિ
શબ્દાર્થ :- પંચ = પાંચ, ઈન્દ્રિયાણિ
સૂત્રાર્થ :- ઈન્દ્રિયો પાંચ છે.
--
ભાવાર્થ :- ઈન્દ્ર એટલે આત્મા. તેને ઓળખવાની નિશાની તે ઈન્દ્રિય. શરીરમાં આત્મા છે કે નહિ તે ઈન્દ્રિયોથી જાણી શકાય છે. તે ઈન્દ્રિયો પાંચ છે. શરીરમાં એવા કુલ પાંચ જ અવયવો છે કે જેનાથી રૂપ-૨સ-ગંધ-સ્પર્શ અને શબ્દનું જ્ઞાન થાય છે. માટે શરીરમાં પાંચ જ ઈન્દ્રિયો છે.
=
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
ઈન્દ્રિયો
શંકા :- શું મનને છઠ્ઠી ઈન્દ્રિય ન કહી શકાય ?
સમાધાન :- જેમ ચક્ષુ વગેરે ઈન્દ્રિયો સ્વતંત્રપણે રૂપ વગેરે અર્થ ગ્રહણમાં પ્રવર્તે છે તેમ મન પ્રવર્તી શકતું નથી. વળી પાંચ ઈન્દ્રિયોના સ્પર્શ, રસ વગેરે પાંચ વિષય કહ્યા છે. જ્યારે મનનો કોઈ સ્વતંત્ર વિષય નથી. માટે મન અનિન્દ્રિય કહેવાય છે અને ઈન્દ્રિયોની સંખ્યા પાંચ જ છે.
શંકા :- કેટલાક દર્શનકારો ઈન્દ્રિયોની સંખ્યા ૧૦ ગણાવે છે. પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય. તો સાચુ શું ?
સમાધાન :- અહીં ઈન્દ્રિયનો અર્થ જેનાથી જ્ઞાનનો લાભ થઈ શકે તે' એવો કરાયો છે અર્થાત્ જ્ઞાનેન્દ્રિયને જ સ્વીકારેલી છે. વાક્ - પાણિ (હાથ), પગ, સ્ત્રી, પુરુષ ચિહ્ન અને ગુદા વગેરે તો આહાર-વિહાર-નિહાર આદિ ક્રિયા માટે છે. કર્મેન્દ્રિય તો સ્પર્શનઈન્દ્રિયમાં અંતર્ભાવ થઈ જ જાય છે માટે તેને અલગ ગણવાની જરૂર નથી. જે ઇન્દ્રિયથી જે ક્રિયા થતી હોય તે બીજાથી ન જ થાય તેને ઇન્દ્રિય કહેવાય. જેમ જોવાની ક્રિયા આંખથી જ થાય. સાંભળવાની ક્રિયા શ્રોત્રથી જ થાય, પણ અન્ય ઇન્દ્રિયથી ન થાય.
જ્યારે હાથથી જે પકડવાની ક્રિયા થાય છે તે ક્યારેય પગથી પણ થાય છે અને ચાલવાની ક્રિયા જે પગથી થાય છે તે વાંદરા વિગેરેમાં હાથથી પણ થાય છે, માટે તેને ઇન્દ્રિય કહેવાથી નથી.