SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૨, સૂત્ર-૧૪ ૧૦૭ એક જીવ એક જ શરીરને આધારે રહેલો હોય તે પ્રત્યેક વનસ્પતિકાય. ફળ, ફૂલ, છાલ, પાંદડા વગેરે. ઉપર જણાવેલા ત્રણ પ્રકારના જીવો સુખ દુઃખમાં પોતાના સ્થાને સ્થિર રહેતા હોવાથી સ્થાવર કહેવાય છે. સૂત્ર (૨-૧૪) પ્રયોજન - ગતિશીલ ત્રસ જીવો જણાવે છે. तेजोवायू द्वीन्द्रियादयश्च त्रसाः ૨-૧૪ તેજોવાયૂ હીન્દ્રિયોદયશ્ચ ત્રસાઃ ૨-૧૪ તેજો વાયુ દ્વિ ઈન્દ્રિય આદયઃ ચ ત્રસાઃ ૨-૧૪ શબ્દાર્થ :- તેજો = તેઉકાય (અગ્નિકાય), વાયુ = વાયુકાય-પવન, દ્ધિ ઈન્દ્રિય = સ્પર્શ, રસ એમ બેઇન્દ્રિયવાળા, આદય: = વગેરે ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયવાળા જીવો, ત્રસ=હાલી-ચાલી શકે તેવા જીવો. સૂત્રાર્થ :- તેઉકાય, વાયુકાય અને બેઈન્દ્રિય વગેરે (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય) જીવો ત્રસ કહેવાય છે. ભાવાર્થ:- સામાન્યથી જૈન શાસ્ત્રોમાં પૃથ્વી – અપ - તેલ – વાયુ - વનસ્પતિ આ પાંચ ને સ્થાવર કહ્યા છે. જ્યારે અહીં તેઉકાય અને વાઉકાયને સ્થાવર ન કહેતાં ત્રસ કહ્યા છે તેનું કારણ એ છે કે તેઉકાય અને વાઉકાય સ્વયં ગતિશીલ છે, ગમનાગમન કરનારા છે માટે ત્રસ કહ્યા છે. પરમાર્થથી તો તેઉકાય અને વાઉકાય જીવો સ્થાવર જ છે. તેઉકાય એટલે અગ્નિ, જે ગતિ કરનાર હોવાથી અને વાઉકાય એટલે પવન, જે એક દિશામાંથી બીજી દિશામાં વાતો હોવાથી ગમનાગમન કરનાર છે એમ સમજી ગતિત્રસ કહ્યા છે. જો કે અપકાય પણ ગતિ કરે છે પરંતુ તે જમીનના ઢાળના આધારે ગતિ કરે છે. સ્વયં ગતિ કરતા નથી. વૃક્ષની શાખાઓ પણ ગતિ કરે છે. પરંતુ પવનના સહયોગથી ગતિ કરે છે. સ્વયં ગતિ કરતા નથી.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy