________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૨, સૂત્ર-૧૩
(૧) ગતિના આધારે :- જે જીવો ગતિશીલ છે તે ત્રસ અને જે જીવો સ્થિતિશીલ
છે તે સ્થાવર.
૧૦૬
(૨) નામકર્મના આધારે :- જેમને ત્રસ નામકર્મનો ઉદય હોય છે. તે ત્રસ કહેવાય છે. જીવમાં દુઃખને છોડવાની અને સુખને મેળવવાની પ્રવૃત્તિ જ્યાં સ્પષ્ટ દેખાય છે. ત્યાં ત્રસ નામ કર્મનો ઉદય સમજ્યો.
જેમને સ્થાવર નામકર્મનો ઉદય હોય છે. તે સ્થાવર કહેવાય છે. દુઃખને છોડવાની અને સુખને મેળવવાની સ્પષ્ટ પ્રવૃત્તિ જે જીવોમાં ન દેખાય ત્યાં સ્થાવર નામ કર્મનો ઉદય સમજવો.
સૂત્ર (૨-૧૩) પ્રયોજન :- સ્થિતિશીલ સ્થાવર જીવોના પ્રકાર બતાવે છે.
पृथ्व्यब्वनस्पतयः स्थावराः
૨-૧૨
૨-૧૩
પૃથ્થક્વનસ્પતયઃ સ્થાવરાઃ પૃથ્વી-અપ્-વનસ્પતયઃ સ્થાવરાઃ
૨-૧૩
શબ્દાર્થ ઃ- પૃથ્વી = પૃથ્વીકાય (માટી, મીઠું વગેરે), અપ = અકાય, વનસ્પતિ
વૃક્ષ, છોડ વગેરે, સ્થાવરાઃ = કાયમ સ્થિર રહેતા જીવો.
=
સૂત્રાર્થ :- પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય જીવો સ્થાવર છે. ભાવાર્થ :- પૃથ્વીપણે જેનું શરીર છે તે પૃથ્વીકાય, પાણીરૂપે જેનું શરીર છે તે અકાય અને વનસ્પતિરૂપે જેનું શરીર છે તે વનસ્પતિકાય,
પૃથ્વીકાય જીવો ઃ- સ્ફટીક, મણિરત્ન, પરવાળા, પારો, સોનું, ખડી, પાષાણ, અબરખ, માટી, અનેક જાતના પત્થર, મીઠું વગેરે.
અકાય જીવોઃ- ભૂમિનું અને આકાશનું પાણી, ઝાકળ, કરા, ધુમ્મસ વગેરે. વનસ્પતિકાય જીવો ઃ- સાધારણ વનસ્પતિકાય અને પ્રત્યેક વનસ્પતિકાય એમ બે ભેદ છે. અનંતજીવો એક શરીરમાં હોય તો સાધારણ વનસ્પતિકાય. કુંપળો, નીલફુલ, સેવાળ, ગાજર, ગુગળ, ગળો બટાકાં, ગાજર વગેરે.