________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૨, સૂત્ર-૧૨
૧૦૫ જે જીવો મનરહિત છે તેને અમનસ્ક કહ્યા છે. અમનસ્ક જીવો અસંજ્ઞી કહેવાય છે.
એકેન્દ્રિય થી ચઉરિન્દ્રિય સુધીના તથા સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવો અસંજ્ઞી છે. અર્થાત્ અમનસ્ક છે.
એકેન્દ્રિય જીવોને ભાવમન હોય છે પણ દ્રવ્યમનના અભાવે તેઓ મનોવર્ગણાના પુગલો ગ્રહણ કરી શકતા નથી તેથી વિચારી પણ શકતા નથી.
બેઈન્દ્રિયાદિ (અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના) જીવોને ઈષ્ટ વિષયમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ વિષયથી નિવૃત્તિ કરાવનાર માત્ર વર્તમાનકાળ સંબંધી વિચાર કરવાની શક્તિ હોય છે. તેથી અલ્પ પ્રમાણમાં દ્રવ્યમાન હોય છે. પરંતુ પૂરતા પ્રમાણમાં દ્રવ્યમન ન હોવાથી સંજ્ઞી જીવોની જેમ ભૂતકાળ કે ભવિષ્યકાળનો હેજ પણ વિચાર કરી શકતા નથી. જેમ એક વૃદ્ધ માણસને પગ અને ચાલવાની શક્તિ બન્ને વસ્તુનું અસ્તિત્વ હોવા છતાં પણ લાકડીના ટેકા વિના ચાલી શક્તો નથી. એ રીતે ભાવમન હોવા છતાં દ્રવ્યમનના અભાવે તે જીવો વિચાર કરી શક્તા નથી. વર્તમાનકાળનો પણ હિતાહિતની દૃષ્ટિએ સ્પષ્ટ વિચાર કરી શક્તા નથી. જેમ અલ્પ ધનવાળાને ધનવાન નથી કહેવાતા તેમ અલ્પ દ્રવ્યમનવાળાને મનવાળા ન કહેતા મન વગરના કહ્યા છે. સિદ્ધના જીવો દ્રવ્યભાવ એમ બંને પ્રકારના મનના અભાવથી અમનસ્ક હોય છે.
२-१२
સૂત્ર(ર૧૨) પ્રયોજન - બીજી રીતે સંસારી જીવના બે ભેદો બતાવ્યા છે.
संसारिणस्त्रसस्थावराः સંસારિણસ્ત્રસસ્થાવરાઃ
૨-૧૨ સંસારિણઃ ત્રણ-સ્થાવરાઃ
૨-૧૨ શબ્દાર્થ :- સંસારિણ = સંસારી, ત્રસ = ગતિ કરી શકે, સ્થાવર = પોતાની મેળે ગતિ કરી શક્તા નથી.
સૂત્રાર્થ :- સંસારી (જીવોના) ત્રસ અને સ્થાવર (એવા બે ભેદ છે.)
ભાવાર્થ:- શાસ્ત્રમાં ત્રસ અને સ્થાવરની વ્યાખ્યા બે રીતે કરવામાં આવી છે. (૧) ગતિના આધારે (૨) નામકર્મના આધારે.