________________
૧૦૪
અધ્યાય : ૨, સૂત્ર-૧૧
સૂત્રાર્થ :- સંસારી અને મુક્ત (એમ જીવોના બે ભેદ છે.)
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
ભાવાર્થ :- જે જીવો કર્મના બંધનથી જકડાયેલા છે, ચાર ગતિમાં પરિભ્રમણ કરવાવાળા છે તે બધા સંસારી કહેવાય છે. જે જીવો કર્મના બંધનથી સંપૂર્ણ મુક્ત બનીને મોક્ષમાં સ્થિર થયા છે તેને મુક્ત જીવ કહેવાય છે.
શંકા :- સંસારી જીવ મુક્ત અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરે ?
સમાધાન :- જીવનો સંસાર પત્ની, પરિવાર, પદાર્થ અને પુદ્ગલ નથી. તેઓ જગતના સ્વતંત્ર પદાર્થો છે. જીવ તે પદાર્થો ઉપર પોતાપણાની કલ્પના કરી તે પદાર્થને ઈષ્ટ-અનિષ્ટ માને છે. આ પ્રકારનો વિકારી ભાવ તે સંસાર છે.
કેટલાક જીવોએ સર્વજ્ઞ પ૨માત્માએ બતાવેલા તત્ત્વો ઉપર શ્રદ્ધા રાખી, શુદ્ધ ચારિત્ર લઈ, આઠ કર્મોનો ક્ષય કરી દેહથી ભિન્ન એવી મુક્ત અવસ્થા પ્રાપ્ત કરી છે. આ રીતે દરેક ભવ્ય જીવે મોક્ષ માટે પુરૂષાર્થ કરવો જોઈએ.
સૂત્ર (ર-૧૧) પ્રયોજન :- સંસારી જીવોના બે ભેદો બતાવ્યા છે.
समनस्कामनस्का:
૨-૧૬
સમનસ્કામનસ્કાઃ
૨-૧૧
સમનસ્ક અમનસ્કાઃ
૨-૧૧
મનરહિત.
શબ્દાર્થ : :- સમનસ્ક = મન સહિત, અમનસ્ક = સૂત્રાર્થ :- મનવાળા(સંજ્ઞી) અને મન વગરના (અસંજ્ઞી) (બે પ્રકારના સંસારી જીવો છે.)
ભાવાર્થ :- મનના દ્રવ્યમન અને ભાવમન એમ બે પ્રકાર છે. મનન કરવા ગ્રહણ કરેલા મનોવર્ગણાના પુદ્ગલો તે દ્રવ્યમન છે. ગ્રહણ કરેલા મનોવર્ગણાના પુદ્ગલો દ્વારા મનન અર્થાત્ વિચાર કરવાની શક્તિ તે ભાવમન છે. જે જીવો મનસહિત હોય છે તેને સમન્સ્ક કહ્યા છે. જેને દ્રવ્યમન અને ભાવમન બંને પ્રકારના મન હોય તેને સમન્સ્ક અથવા સંજ્ઞી કહેવાય છે. નારકો, દેવો, ગર્ભ જ મનુષ્યો અને ગર્ભ જ પંચેન્દ્રિય તિર્યંચો સમનસ્ક હોય છે.