________________
અધ્યાય : ૨, સૂત્ર-૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
(૧) મતિજ્ઞાનોપયોગ, (૨) શ્રુતજ્ઞાનોપયોગ, (૩) અવધિજ્ઞાનોપયોગ, (૪) મનઃપર્યવજ્ઞાનોપયોગ, (૫) કેવલજ્ઞાનોપયોગ, (૬) મિથ્યાત્વયુક્ત મતિજ્ઞાનોપયોગ (મતિ અજ્ઞાન), (૭) મિથ્યાત્વયુક્ત શ્રુતજ્ઞાનોપયોગ (શ્રુત અજ્ઞાન), (૮) મિથ્યાત્વયુક્ત અવધિજ્ઞાનોપયોગ (વિભંગજ્ઞાન).
દર્શનોપયોગના ચાર ભેદ છે.
(૧) ચક્ષુ દર્શનોપયોગ
(૨) અચક્ષુ દર્શનોપયોગ
(૩) અવધિ દર્શનોપયોગ
(૪) કેવળ દર્શનોપયોગ
જ્ઞાન એ આત્માનો ગુણ છે. આત્મા અમૂર્ત છે માટે જ્ઞાન પણ અમૂર્ત થશે. અમૂર્તનો કોઈ આકાર ન હોય પણ તે જે દ્રવ્યને આશ્રયીને રહે તેવો તેનો આકાર જણાય. તેથી શેય પદાર્થ જેવો છે તેવો જ જ્ઞાન થકી જણાય છે માટે તેને (જ્ઞાનને) પણ સાકાર કહ્યું. જ્ઞાનમાં શેયનું પ્રતિબિંબ પડે છે માટે જ્ઞાન પણ સાકાર કહેવાય છે. જ્યારે દર્શન એક પદાર્થથી બીજા પદાર્થને જુદા પાડતું નથી માટે તેનો બોધ સામાન્ય હોવાથી તે નિરાકાર કહેવાય છે.
૧૦૨
દર્શન શબ્દના ત્રણ અર્થ સૂત્રકારે કહ્યા છે.
(૧) દર્શન એટલે શ્રદ્ધા.
(૨) દર્શન એટલે નેત્ર વડે જોવું.
(૩) દર્શન એટલે ‘સામાન્ય બોધ.’ આ અર્થમાં જ ‘દર્શન’ શબ્દને અહીં સ્વીકારવો.
ચક્ષુદર્શન :- નેત્ર દ્વારા થતો વસ્તુનો સામાન્ય બોધ.
અચક્ષુદર્શન ઃ- નેત્ર સિવાયની ચાર ઈન્દ્રિયો (સ્પર્શન, રસના, ઘ્રાણ અને શ્રોત્ર) તથા મન દ્વારા થતો વસ્તુનો સામાન્ય બોધ.
અવધિદર્શન :- ઈન્દ્રિયોની સહાય વિના, રૂપી પદાર્થોનો થતો સામાન્ય બોધ. કેવળદર્શન :- રૂપી - અરૂપી સમસ્ત પદાર્થોનો થતો સામાન્ય બોધ.