________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૨, સૂત્ર-૯
૧૦૧ હવે જે સ્વરૂપ દર્શાવ્યું તે લક્ષણરૂપ તો હતું જ કેમ કે તે ત્રેપન(૫૩) ભાવોને પણ જીવના અસાધારણ પર્યાય રૂપે જ જણાવેલા છે પરંતુ એકસરખા જણાતા નથી.
• કેટલાક ભાવો કોઈકવાર હોય છે અને કોઈવાર નથી પણ હોતા. • કેટલાક ભાવો સમગ્ર લક્ષ્યમાં રહેતા નથી. • કેટલાક ભાવો સમગ્ર લક્ષ્યમાં ત્રણે કાળમાં હોય છે.
આ કારણથી તે તે ભાવોને જીવના સ્વરૂપ કહ્યા પણ લક્ષણ કહ્યું નથી. જ્યારે ઉપયોગ એ બધા જીવમાં સર્વકાળ અને સર્વક્ષેત્રવર્તી હોય છે. આ તેનું અસાધારણ તત્વ છે માટે તેને “લક્ષણ” કહ્યું છે.
સૂત્ર (ર૯) પ્રયોજન - ઉપયોગના ભેદો સૂત્રકાર જણાવે છે.
स द्विविधोऽष्टचतुर्भेदः સ દ્વિવિધોડષ્ટચતુર્ભેદઃ ૨-૯
સઃ દ્વિવિધઃ અષ્ટ ચતુઃ ભેદઃ ૨-૯ શબ્દાર્થ :- સ = તે (ઉપયોગ), દ્વિવિધ = બે પ્રકારે, અષ્ટ = આઠ પ્રકારે), ચતુઃ ભેદ: = ચાર પ્રકારે.
સૂત્રાર્થ :- (ઉપયોગ) બે પ્રકારે છે. (પ્રથમ ભેદના) આઠ અને બીજા ભેદના) ચાર પેટા ભેદો છે.
ભાવાર્થ:- ઉપયોગના બે ભેદ છે. સાકારોપયોગ અને અનાકારોપયોગ
વસ્તુને વિશેષ જાણવી તે વિશેષોપયોગ. વિશેષોપયોગને સાકાર ઉપયોગ અથવા જ્ઞાનઉપયોગ પણ કહેવાય છે. વસ્તુને સામાન્યથી જાણવી તે સામાન્યોપયોગ. સામાન્યોપયોગને અનાકાર ઉપયોગ અથવા દર્શન ઉપયોગ પણ કહેવાય છે.
જ્ઞાનોપયોગના આઠ ભેદ છે.