________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૨, સૂત્ર-૮ ભાવાર્થ :- જીવત્વ એટલે ચૈતન્યપણું. ભવ્યત્વ એટલે સિદ્ધત્વની પ્રાપ્તિની યોગ્યતાવાળો જીવ. અભવ્ય એટલે સિદ્ધિગમનની અયોગ્યતાવાળો જીવ. ભવ્યત્વ કે અભવ્યત્વ સાથે જીવત્વભાવ સંકળાયેલો હોય છે. મુખ્યત્વે પારિણામિક ભાવના ત્રણ ભેદ છે. છતાં સૂત્રમાં કહેલા આદિ શબ્દથી બીજા પણ પરિણામિક ભાવના ભેદો સમજી લેવા. જેમ કે અસંખ્યપ્રદેશિત્વ, પર્યાયિત્વ, અસ્તિત્વ તથા અજીવમાં અજીવત્વ, રૂપિત, જડત્વ, પર્યાયત્વ અને દ્રવ્યત્વ વગેરે પારિણામિકભાવના ઘણા ભેદો છે.
શંકા - આ સૂત્રમાં પારિણામિકભાવો દર્શાવ્યા છે. તેમાં ભવ્યત્વ એ મોક્ષગમનની યોગ્યતા દર્શાવતો ભાવ છે પણ ભવ્ય કોણ ?
સમાધાન - સૂત્રકારે પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં જ કહ્યું કે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર એ ત્રણેનો જે સમન્વય તે મોક્ષમાર્ગ છે. આ સમન્વય ભવ્યજીવોમાં જ સંભવે છે. અભવ્ય જીવોમાં નહીં. આ સૂત્રથી પ્રેરણા મળે છે કે સાધક આત્માએ ભવ્યત્વના પરિપાક માટે પુરુષાર્થ કરવો જોઈએ. જો જીવ ભવ્ય હશે તો અવશ્ય પુરૂષાર્થ કરશે જ.
૨-૮
સૂત્ર (ર-૮) પ્રયોજન - જીવનું લક્ષણ જણાવે છે.
उपयोगो लक्षणम् ૨-૮ ઉપયોગો લક્ષણમ્ ૨-૮
ઉપયોગો લક્ષણમ્ શબ્દાર્થ:- ઉપયોગ = બોધ, લક્ષણમ્ = જેનાથી લક્ષ્ય વસ્તુ ઓળખાય સૂત્રાર્થ - ઉપયોગ એ જીવનું લક્ષણ છે.
ભાવાર્થ :- અત્યાર સુધીની વિચારણા જીવના સ્વરૂપ વિષે કરી. હવે જીવના લક્ષણને જાણવા માટે સૂત્રકારે આ સૂત્ર આપ્યું. જીવને ઓળખવાની મુખ્ય નિશાની કઈ અથવા જીવનું લક્ષણ કયુ? સૂત્રકાર કહે છે “ઉપયોગ’
ઉપયોગ એટલે શું? જ્ઞાન-દર્શનની પ્રવૃત્તિ તે ઉપયોગ.