________________
૯૮
અધ્યાય : ૨, સૂત્ર-૭
(૭) અસિદ્ધત્વ :- આઠે કર્મોના ઉદયથી અસિદ્ધત્વ ઉત્પન્ન થાય છે.
(૮) લેશ્યા ઃ- મનોયોગથી લેશ્યા ઉત્પન્ન થાય છે. કષાયથી તેમાં તીવ્રતા-મંદતા આવે છે. તીવ્રતા-મંદતા આદિના આધારે કૃષ્ણ, નીલ, કાપોત, વૈજસ, પદ્મ અને શુક્લ એ છ ભેદ લેશ્યાના હોય છે. પ્રથમની ત્રણ લેશ્યા અશુભ છે. પછીની ત્રણ લેશ્યા શુભ છે. અશુભ લેશ્યાઓમાં ઉત્તરોત્તર અલ્પ અલ્પ અશુભ છે. શુભ લેશ્યાઓમાં ઉત્તરોત્તર અધિક અધિક શુભ છે.
આ બધા ભાવો કર્મોના ઉદયથી ઉત્પન્ન થાય છે માટે ઔયિકભાવ કહેવાય છે. આ ઔયિકભાવ પૂર્વે બાંધેલા આઠ કર્મોમાંથી તે તે કર્મના ઉદયથી થાય છે. શંકા :- ઔયિકભાવમાં આસક્ત મિથ્યાત્વી જીવ મોક્ષમાર્ગ પર કેવી રીતે જઈ
શકે?
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સમાધાન :- ઔદિયકભાવમાં આસક્ત મિથ્યાત્વી, અજ્ઞાની આત્મા, મોહનીય વગેરે કર્મબંધની પરંપરામાં બંધાતો અનાદિકાળથી આ સંસારમાં પરાધીનપણે જન્મમરણ કરતો રખડ્યા કરે છે. જો તે મનુષ્યભવ પામીને સુગુરુના યોગથી સૌ પ્રથમ સમ્યક્ત્વ ગુણ પ્રાપ્ત કરે તો અવશ્ય આત્મકલ્યાણ સાધી મોક્ષ સુખ મેળવી શકે. કારણકે સમ્યક્ત્વી આત્મા ઔદયિકભાવને કર્મજન્ય વિભાગ સ્વરૂપ સમજતો હોવાથી તે સંબંધે રાગ-દ્વેષ કરતો નથી અને તેનાથી અલિપ્ત થવાનો પ્રયત્ન કરે છે. ઔદયિકભાવમાં વર્તતો જીવ આ સત્ય સમજે તો મોક્ષમાર્ગ તરફ અવશ્ય ગતિ કરી શકે.
સૂત્ર(૨-૭) પ્રયોજન :- પારિણામિક ભાવના ત્રણ ભેદો બતાવે છે. जीवभव्या भव्यत्वादीनि च જીવભવ્યાભવ્યત્વાદીનિ ચ
૨-૭
૨-૭
૨-૭
જીવ-ભવ્ય-અભવ્યત્વ-આદીનિ ચ
શબ્દાર્થ :- જીવ = ચૈતન્ય, ભવ્ય = મોક્ષ પામવાની યોગ્યતાવાળો જીવ, મોક્ષ પામવાની અયોગ્યતાવાળો જીવ, આદીનિ
અભવ્યત્વ =
વગેરે
સૂત્રાર્થ :- જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ વગેરે (પરિણામિક ભાવના ભેદો છે)
=