________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૨, સૂત્ર-૬ ઔદયિકભાવ
પેટાભેદો
=
=
0
ગતિ કષાય લિંગ મિથ્યાદર્શન અજ્ઞાન અસંયત અસિદ્ધત્વ
૦
૦
૦
૦
લેયા
m
- |
આ રીતે કુલ ૨૧ ઔદયિકભાવોનું નિરૂપણ કર્યું છે. (૧) નરક, તિર્યંચ મનુષ્ય અને દેવ એ ચાર ગતિ છે. નરકગતિ આદિ નામકર્મના
ઉદયથી આ જીવને અનુક્રમે નરકગતિ આદિની પ્રાપ્તિ થાય છે. (ર) કષાય. કષ એટલે સંસાર અને આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય
એટલે કે સંસારમાં પરિભ્રમણ થાય તે કષાય. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર
કષાયો અનુક્રમે ક્રોધ આદિ મોહનીયકર્મના ઉદયથી થાય છે. (૩) લિંગ એટલે ચિહ્ન, જેને શાસ્ત્રીય પરિભાષામાં “વેદ” કહેવાય છે. વેદ એટલે
મૈથુનની ઈચ્છા કે કામવાસના, સ્ત્રીવેદમોહનીય, પુરુષવેદમોહનીય અને નપુંસકવેદ મોહનીયકર્મના ઉદયથી પ્રગટ થતો ભાવ તે અનુક્રમે સ્ત્રીલિંગ, પુરુષલિંગ અને
નપુંસકલિંગ પણ કહેવાય છે. | મિથ્યાદર્શન - મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી તત્ત્વ વિષે અશ્રદ્ધા થવી અથવા
શ્રદ્ધા ન થવી તે. અજ્ઞાન :- મિથ્યાત્વમોહનીય યુક્ત જ્ઞાનાવરણ, દર્શનાવરણકર્મના ઉદયથી પ્રગટ
થતો ભાવ તે અજ્ઞાનભાવ (જડતા-મૂર્ખતા). અથવા મિથ્યાત્વયુક્ત જ્ઞાન-દર્શન. (૬) અસંયત્વઃ- અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની (દરેકના ચાર કષાયો)
એ બાર (૧૨) પ્રકારના ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી અસંયત્વ ભાવ ઉત્પન્ન થાય છે.