SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ અધ્યાય : ૨, સૂત્ર-૬ શંકા :- ઉપશમશ્રેણી પર જવા માટે ક્યું સંઘયણબળ જોઈએ ? સમાધાન :- ઉપશમશ્રેણી પહેલા, બીજા અને ત્રીજા સંઘયણથી જ મંડાય. હાલમાં ભરતક્ષેત્રમાં છઠ્ઠું સંઘયણ હોવાથી ઉપશમ શ્રેણી તથા ઉપશમભાવનું ચારિત્ર શક્ય નથી, પરંતુ ઉપશમ સમ્યકત્વ પામી શકાય છે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્ર (૨-૬) પ્રયોજન :- ઔયિકભાવના ૨૧ ભેદો જણાવ્યા છે. गतिकषायलिंगमिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्व लेश्याश्चतुश्चतुस्त्र्येकैकैकैकषड्मेदाः ગતિકષાયલિંગમિથ્યાદર્શનાજ્ઞાનાસંયતાસિદ્ધત્વ લેશ્યાૠતુૠતુત્યેકૈકૈકૈકષડ્મદાઃ ગતિ-કષાય-લિંગ-મિથ્યાદર્શન-અજ્ઞાન-અસંયત અસિદ્ધત્વ લેશ્યાઃ ચતુઃ ચતુઃ ત્રિ એક એક એક એક ષડ્સેદાઃ = = ૨-૬ ૨-૬ શબ્દાર્થ :- ગતિ (મનુષ્ય-તિર્યંચ-દેવ-નરક) ચાર ગતિ, કષાય = જેનાથી સંસાર વધે તે (ક્રોધ-માન-માયા-લોભ), લિંગ = ચિહ્ન-વેદ (પુલિંગ - સ્ત્રીલિંગ - નપુંસકલિંગ), મિથ્યાદર્શન = દર્શન મોહનીયના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ, અજ્ઞાન = જ્ઞાનાવરણીય કર્મનો ઉદય - મિથ્યાજ્ઞાન, અસંયત = અવિરતિ, અસંયમી, અસિદ્ધત્વ કર્મનો ઉદય હોય ત્યાં સુધી સિદ્ધત્વ હોતું નથી, લેશ્યા દ્રવ્યથી શરીરનો વર્ણ, ભાવથી અંતરંગ પરિણામ, (કૃષ્ણ-નીલ-કાપોત-તેજો-પદ્મ-શુક્લ એમ છ પ્રકાર), ચતુર = ચાર, ત્રય= ત્રણ, ષડ્ = છ, એક = એક, ભેદ= પ્રકાર. ૨-૬ સૂત્રાર્થ :- ચાર ગતિ, ચાર કષાય, ત્રણ લિંગ, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, અસિદ્ધત્વ, છ લેશ્યા, એમ એકવીશ (૨૧) ભેદો ઔદિયક ભાવના છે. ભાવાર્થ :- જે ભાવ કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે તેને ઔયિકભાવ કહેવાય છે. સૂત્રકાર આ ભાવોને જણાવવા મુખ્ય આઠ ભેદો રજુ કરે છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy