SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૨, સૂત્ર-પ ૯૫ અવસ્થામાં ક્ષયોપશમ ઓછો હોય એટલે જ્ઞાન, દર્શન, વીર્ય ગુણો લગભગ ઢંકાયેલા ઘણા હોય અને અત્યંત અલ્પ પ્રમાણમાં ખુલ્લા હોય છે. વિક્લેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં ક્ષયોપશમ વધુ હોય એટલે કે તે જીવોના જ્ઞાન, દર્શન, વીર્ય ગુણો વધારે વધારે ખુલ્લા હોય છે. શંકા :- ચાર પ્રકારના જ્ઞાનમાં મતિ આદિ ચાર લીધા પણ કેવળજ્ઞાન કેમ ના લીધું ? સમાધાન ઃ- કેવળજ્ઞાન ક્ષાયિક ભાવે જ થાય. ક્ષાયોપશમિક ભાવે કેવળજ્ઞાન થઈ શકે નહિ. શંકા :- સૂત્રકારે ક્ષાયોપમિકભાવના ભેદો ઉ૫૨ કેમ ભાર મૂક્યો ? સમાધાન :- સૂત્રકાર ક્ષાયોપમિકભાવના ભેદો વડે આત્માના અઢાર (૧૮) પર્યાયો જણાવે છે. આ સ્વરૂપનું મૂળ તો ચાર ઘાતીકર્મોના ક્ષયોપશમ સાથે સંબંધિત છે. મોક્ષ માટે ક્ષાયિક ભાવ જ આવશ્યક છે. છતાં જ્યાં સુધી ક્ષાયિકભાવ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ક્ષાયોપશમિકભાવ નો જ આશ્રય કરવાનો રહે છે. કર્મોના ક્ષયોપશમ વડે જે ભાવો જણાવેલ છે તે દ્વારા પુરૂષાર્થ કરી અઢાર ભાવોના ક્ષયોપશમને પ્રગટાવી ક્ષાયિકભાવ તરફ ગતિ કરવી તે જ જીવનનું ધ્યેય હોવું જોઈએ. શંકા :- દર્શનાવરણીય શબ્દમાં ‘દર્શન’ અને સમ્યગ્દર્શન શબ્દમાં ‘દર્શન’ નો અર્થ સરખો છે કે બંનેમાં ‘દર્શન’ શબ્દના અર્થ જુદા-જુદા છે ? સમાધાનઃનઃ- બંનેમાં ‘દર્શન’ શબ્દના અર્થ જુદા-જુદા છે. અર્થાત્ ભિન્ન-ભિન્ન છે. દર્શનાવરણીયકર્મ ચાર ઘાતીકર્મમાં આવે છે. આ કર્મ બાંધતી વખતે આ જીવ પોતાનામાં એવો સ્વભાવ ઉત્પન્ન કરે છે કે તે ઉદયમાં આવે ત્યારે આત્મામાં રહેલી વસ્તુના સામાન્ય ધર્મને જાણવાની દર્શનશક્તિને આવૃત કરે (ઢાંકી દે). દર્શન એટલે વસ્તુના સામાન્ય ધર્મને જાણવાની શક્તિ. સમ્યગ્દર્શનમાં રહેલા ‘દર્શન’ નો અર્થ થાય છે ‘શ્રદ્ધા’. વીતરાગ પરમાત્માના વચનો ઉપર શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. વચનો ઉપર અતિશય હાર્દિક પ્રેમ.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy