SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ અધ્યાય : ૨, સૂત્ર-પ તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૧૧) દાનલબ્ધિ :- દાનાંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. (૧૨) લાભલબ્ધિ :- લાભાંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. (૧૩) ભોગલબ્ધિ :- ભોગાંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. (૧૪) ઉપભોગલબ્ધિ :- ઉપભોગાંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. (૧૫) વીર્યલબ્ધિ :- વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. (૧૬) સમ્યક્ત્વ ઃ- મોહનીયકર્મમાં દર્શન સપ્તકના(મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યક્ત્વમોહનીય તથા અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભના) ક્ષયોપશમથી સમ્યક્ત્વ ગુણ પ્રગટે છે. (૧૭) ચારિત્ર :- સર્વવિરતિ અર્થમાં અહીં ચારિત્ર શબ્દ વપરાયો છે. સત્તર મોહનીયકર્મની પ્રકૃતિઓના (૪ પ્રત્યાખ્યાની, ૪ સંજ્વલન અને ૯ નોકષાય) ક્ષયોપશમથી અને મુખ્યત્વે પ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષયોપશમથી સર્વવિરતિચારિત્રગુણ પ્રગટ થાય છે. (૧૮) સંયમાસંયમ (દેશિવરિત) :- અપ્રત્યાખ્યાનીય ચાર કષાયના ક્ષયોપશમથી દેશવિરતિ ગુણ પ્રગટે છે. સંક્ષેપમાં શ્રાવકના બાર વ્રતોનો સ્વીકાર એ અર્થ અહીં લેવો. શંકા :- ક્ષયોપશમ એટલે શું ? સમાધાન :- ક્ષયોપશમમાં ક્ષય અને ઉપશમ એમ બે શબ્દો છે. જે કર્મ ઉદયમાં આવ્યું છે તેની તીવ્રતાને હણીને મંદ કરીને ભોગવવું તે ક્ષય. જે કર્મ સત્તામાં છે અને ઉદયકાળ પાકે ત્યારે ઉદયમાં આવવાનું છે તેને એવું દબાવવું કે ઉદય દ્વારા તથા ઉદીરણા અથવા અપવર્તના દ્વારા પણ ઉદયમાં ન આવે. આ ઉપશમ કર્યો કહેવાય છે. ટૂંકમાં ઉદયમાં આવેલાને હીન રસવાળો કરીને ભોગવવું તે ક્ષય અને ઉદયમાં ન આવેલાને ઉપશમાવવું. આમ ક્ષય અને ઉપશમ એ બંને ક્રિયા જેમાં ભેગી છે તે ક્ષયોપશમ કહેવાય છે. શંકા :- શું નિગોદના જીવોને ક્ષયોપશમ હોય ? સમાધાન :- હા હોય. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના તમામ જીવોને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો ક્ષયોપશમ હોય જ. જો કે નિગોદ
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy