SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૨, સૂત્ર-પ આવેલા રસને ઉપશમાવે છે એટલે કે ઉદયમાં ન આવે તેવો કરે છે. તેથી જે ગુણો પ્રગટ થાય છે તેને ક્ષાયોપશમિક ભાવના ગુણો કહેવાય છે. હવે ક્ષાયોપમિક ભાવના અઢાર(૧૮) ભેદો કેવી રીતે છે તે જોઈએ. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી સમ્યગ્દષ્ટ જીવમાં થતા ચાર જ્ઞાન નીચે પ્રમાણે છે (૧) મતિજ્ઞાન (2) (૩) (૪) (૫) (૬) (6) શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન જો જીવ મિથ્યાત્વના ઉદયવાળો હોય તો પ્રથમના ત્રણ જ્ઞાન મિથ્યાજ્ઞાન અથવા અજ્ઞાન કહેવાય છે, જે નીચે પ્રમાણે (૫ થી ૭ નંબરમાં જણાવેલ) છે. મતિઅજ્ઞાન મિથ્યાત્વયુક્ત મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી પ્રગટે. શ્રુત અજ્ઞાન :- મિથ્યાત્વયુક્ત શ્રુતજ્ઞાનાવરણના શ્રયોપશમથી પ્રગટે. વિભંગ જ્ઞાન : - મિથ્યાત્વયુક્ત અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી પ્રગટે. વિપરીત અવધિજ્ઞાનને વિભંગજ્ઞાન પણ કહેવાય છે. *= આ ત્રણે ક્ષાયોપશમિકભાવો મૂળ તો જ્ઞાનને જ સ્પર્શે છે પણ મિથ્યાત્વયુક્ત હોવાથી તે જ્ઞાન જ અજ્ઞાનરૂપ બને છે. અહીં જ્ઞાનનો અભાવ તે અજ્ઞાન એવો અર્થ નથી કહ્યો પણ વિપરીત જ્ઞાનને અજ્ઞાન કહ્યું છે. (૮) ચક્ષુદર્શન :- ચક્ષુદર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતો ભાવ. ચક્ષુ વડે જોવું તેને ચક્ષુદર્શન કહે છે જે ચઉરિન્દ્રિય અને તેનાથી ઉપરના જીવોને થાય છે. અર્થાત્ ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને થાય છે. (૯) અચક્ષુદર્શન :- ચક્ષુ સિવાય અર્થાત્ સ્પર્શન, રસના, ઘ્રાણ અને શ્રોત્ર વડે જાણવું તે અચક્ષુદર્શન. તે સર્વપ્રાણીઓને થાય છે. અચક્ષુ દર્શનાવરણકર્મના ક્ષયોપશમથી પ્રગટ થતો ભાવ. (૧૦) અવધિદર્શન :- અવધિદર્શનના આવરણના ક્ષયોપશમથી વિશેષ ગ્રહણ કરવામાં વિમુખ, અને સામાન્ય ગ્રહણ કરવામાં પ્રવર્તતું જે જ્ઞાન તે અવધિદર્શન કહેવાય છે. તે સમ્યગ્દષ્ટિ જીવને જ હોય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy