________________
૯૨
અધ્યાય : ૨, સૂત્ર-પ
દાનઃ- સિદ્ધોમાં પૌદ્ગલિક ભાવના ત્યાગ રૂપ દાન હોય છે.
લાભ :- સિદ્ધોમાં આત્મિક શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ રૂપ લાભ હોય છે. ભોગ :- સિદ્ધોમાં આત્મિક શુદ્ધ સ્વરૂપનો ભોગ હોય છે.
ઉપભોગઃ- સિદ્ધોમાં આત્મિક શુદ્ધ સ્વરૂપનો સમયે સમયે ભોગવટો તે ઉપભોગ કહેવાય છે.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
વીર્ય :- સિદ્ધોમાં સ્વભાવ કે આત્મિક શુદ્ધ સ્વરૂપમાં ઉત્કૃષ્ટ સામર્થ્યરૂપ જે પ્રવૃત્તિ વર્તે છે તે વીર્યગુણ છે.
સૂત્ર (૨-૫) પ્રયોજન :- ક્ષાયોપશમિક ભાવના અઢારભેદો જણાવ્યા છે. ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चभेदाः
જ્ઞાનાજ્ઞાનદર્શનદાનાદિલબ્ધયૠતુઋિત્રિપંચભેદાઃ સમ્યક્ત્વચારિત્રસંયમાસંયમા
જ્ઞાન-અજ્ઞાન-દર્શન-દાનાદિલબ્ધયઃ ચતુઃ
ત્રિ-ત્રિ પંચ ભેદાઃ સમ્યક્ત્વ-ચારિત્ર-સંયમાસંયમાઃ ચ
શબ્દાર્થ :- સૂત્રાર્થમાં દરેક શબ્દના અર્થ આવી જાય છે.
સૂત્રાર્થ :- ચાર જ્ઞાન(મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન) ત્રણ અજ્ઞાન (મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિભંગજ્ઞાન) ત્રણ દર્શન(ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન) પાંચ લબ્ધિ (દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્ય) સમ્યક્ત્વ, ચારિત્ર(સર્વવિરતિચારિત્ર) અને સંયમાસંયમ (દેશવિરતિચારિત્ર) એમ અઢાર ભેદો ક્ષાયોપશમિકભાવના છે.
सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च
૨-૧
૨૫
૨૫
ભાવાર્થ :- ક્ષાયોપશમિકભાવ ચાર ઘાતીકર્મોનો જ હોય છે. આ ચાર કર્મનો જ ઉદયમાં આવેલો તીવ્ર રસ મંદ કરીને આ જીવ ભોગવીને ક્ષય કરે છે તથા ઉદયમાં નહિ