________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૨, સૂત્ર-૨-૩
૮૭ સૂત્ર (૨-૨) પ્રયોજન પાંચ ભાવોના પેટા ભેદો કેટલા? द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम्
૨-૨ દ્વિનવાષ્ટાદશેકવિંશતિત્રિભેદા યથાક્રમમ્
૨-૨ દ્વિ-નવ-અષ્ટાદશ-એકવિંશતિ-ત્રિભેદા યથાક્રમમ્ ૨-૨
શબ્દાર્થ : દ્ધિ = બે, નવ = નવ, અષ્ટાદશ = અઢાર, એકવિંશતિ = એકવીશ, ત્રિ = ત્રણ, ભેદા = પ્રકારો, યથાક્રમમ્ = અનુક્રમે.
સૂત્રાર્થ ઔપશમિક આદિ ભાવના અનુક્રમે બે - નવ - અઢાર - એકવીશ અને ત્રણ ભેદો છે. કુલ પ૩ ભેદો છે.
ભાવાર્થ : ભાવોની દૃષ્ટિએ આત્મા ત્રેપન (૫૩) પ્રકારના સ્વરૂપ ધરાવે છે. જો કે બધા જીવોમાં આ ત્રેપન ભાવો હોય જ તેવો અર્થ કરવાનો નથી. જેમકે પહેલા બે ભેદ ફક્ત સમ્યગ્દષ્ટિ આત્મામાં જ હોય, મિથ્યાષ્ટિમાં તેનો સંભવ નથી. પરંતુ સમગ્ર જીવરાશિની અપેક્ષાએ આ ભેદો સમજવાના છે. હવે પછીના પાંચ સૂત્રોમાં (સૂત્ર ૨૩ થી ૨-૭) પાંચે ભાવના ભેદો સૂત્રકાર ભગવંત સમજાવે છે.
સૂત્ર (૨-૩) પ્રયોજનઃ સૂત્ર ૨-૨ માં જે સંખ્યા બતાવી તેમાંથી પ્રથમ ઓપશમિક ભાવના બે ભેદો જણાવે છે.
सम्यक्त्वचारित्रे સમ્યકત્વચારિત્રે
૨-૩ સમ્યકત્વ ચારિત્રે
૨-૩ શબ્દાર્થઃ સમ્યકત્વ = તત્ત્વશ્રદ્ધા, ચારિત્રે = સક્રિયામાં પ્રવૃત્તિ, અસત્ ક્રિયાથી નિવૃત્તિરૂપ.
સૂત્રાર્થ : (પથમિક ભાવના) ઉપશમસમ્યકત્વ અને ઉપશમચારિત્ર (એમ બે ભેદો છે).
ભાવાર્થ જ્ઞાનવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એમ કુલ આઠ કર્યો છે. તેમાં ઉપશમ માત્ર મોહનીયકર્મનો જ થાય છે. મોહનીયકર્મના બે ભેદો છે. (૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્રમોહનીય.
૨-૩