________________
૮૬
66
અધ્યાય : ૨, સૂત્ર-૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સમાધાન :
• ઔપમિકભાવ સાબિત કરે છે કે અનાદિ મિથ્યાત્વીને ગ્રંથિભેદ થવાથી સૌ પ્રથમ ઔપશમિક ભાવનું સમ્યક્ત્વ પ્રગટ થાય છે.
• ક્ષાયિકભાવ સાબિત કરે છે કે સર્વ કર્મોનો સર્વથા વિચ્છેદ થતાં ફરીથી કર્મો પ્રગટ થતા નથી અર્થાત્ જીવની સર્વથા મુક્તિ થાય છે. જીવના સર્વ ગુણો પ્રગટ થાય છે.
•ક્ષાયોપશમિક (મિશ્ર)ભાવ સાબિત કરે છે કે જીવને કર્મોનો સંબંધ હોવાથી આવરણો આવવા છતાં આંશિક રીતે જ્ઞાન-દર્શનનો ઉઘાડ તો રહે જ છે. • ઔદયિકભાવ સાબિત કરે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ હોવા છતાં જીવની અવસ્થામાં વિકાર આવે છે. જીવ અને કર્મ સાથે અનાદિના સંબંધથી આ વિકાર જન્મે છે.
• પારિણામિકભાવ સાબિત કરે છે કે જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે. કાળાન્તરે કર્મ દૂર થતાં તે શુદ્ધ ચૈતન્ય પ્રગટ થાય છે.
શંકા ઃ સૂત્રકારે સૂત્રની રચનામાં ઔપશમિકભાવ પ્રથમ મૂક્યો તે સમજાય છે પણ જીવસ્ય સ્વતત્ત્વમ્ ’’ સૂત્રની મધ્યમાં કેમ મૂકયું ?
સમાધાન ઃ પ્રથમ તો “ ઔપમિકભાવ ’” સૂત્રમાં પ્રથમ મૂક્યો તે તમે સમજ્યા છો પણ તેની થોડી સ્પષ્ટતા સમજી લઈએ.
મોક્ષ પ્રાપ્તિ માટે બે ચીજ મહત્ત્વની છે. (૧) સમ્યગ્દર્શન અને (૨) જીવમાં રહેલું ભવ્યપણું.
સમ્યગ્દર્શન સર્વ પ્રથમ જ્યારે થાય ત્યારે ઔપશમિક જ થાય છે અને ઔપમિકભાવ માત્ર ભવ્યજીવને જ હોય, અભવ્યને ન હોય.
66
હવે સૂત્રની રચનામાં ‘જીવસ્ય સ્વતત્ત્વમ્ ’’ વચ્ચે મૂકવાનું કારણ એમ લાગે છે કે
પાંચ ભાવોમાંથી પ્રથમના ત્રણ ભાવો માત્ર જીવદ્રવ્યમાં જ હોય છે જ્યારે પછીના બે ભાવો અજીવ દ્રવ્યમાં પણ સંભવે છે તે સમજાવવા માટે ‘‘ જીવસ્ય સ્વતત્ત્વમ્ ’’ વચ્ચે મૂકીને છેલ્લા બે ભાવોને અલગ ર્યાં. સારાંશ કે પ્રથમના ત્રણ ભાવો એ જીવનું પોતાનું સ્વરૂપછે.