SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૨, સૂત્ર-૧ ૮૫ રીતે ક્ષય અને ઉપશમ એ બેના મિશ્રણથી ઉત્પન્ન થતા જે ભાવો તે મિશ્ર (ક્ષાયોપથમિક) કહેવાય છે. શંકાઃ કર્મ સાથે ભાવનો શું સંબંધ છે? સમાધાન : • મોહનીયકર્મમાં પાંચે ભાવો હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મમાં પથમિક સિવાયના ચાર ભાવ હોય છે, કારણ ઉપશમભાવ માત્ર મોહનીયકર્મનો જ થાય છે. નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ ચાર કર્મને ક્ષાયોપથમિક અને ઔપશમિક સિવાયના ત્રણ (ઔદયિક, ક્ષાયિક અને પારિણામિક) ભાવ હોય છે. • સર્વથા ઉપશમભાવ માત્ર મોહનીયકર્મનો જ હોય છે. • ક્ષયોપશમ ચાર ઘાતકર્મોનો જ હોય છે. • પારિણામિક, ક્ષાયિક અને ઔદયિક આ ત્રણે ભાવો આઠે કર્મના હોય છે. શંકા - ચાર ગતિને આશ્રયી પાંચ ભાવો કેવી રીતે હોય? સમાધાન : તિર્યંચ અને નરક એમ ચારે ગતિમાં પાંચે ભાવ આ પ્રમાણે છે. • જીવત્વ હોવાથી પારિણામિક ભાવ કહ્યો છે. • સમ્યકત્વ હોય તો ઓપશમિક અને ક્ષાવિકભાવ હ્યો છે. • ઈન્દ્રિયોને આશ્રયી ક્ષાયોપથમિકભાવ કહ્યો છે. • ચાર ગતિને આશ્રયીને ઔદયિકભાવ કહ્યો છે. • સિદ્ધિગતિમાં ક્ષાયિક અને પરિણામિક બે ભાવ જ હોય છે. શંકા : આ પાંચ ભાવો શું સાબિત કરે છે ? મનું
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy