SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૨, સૂત્ર-૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર શંકા શું દરેક જીવને આ પાંચે ભાવો હોય ? જો ના હોય તો કોને કેટલા ભાવ હોય? સમાધાનઃ દરેક જીવને આ પાંચ ભાવો હોય જ એવો નિયમ નથી. કોઈને પાંચ, કોઈને ચાર, કોઈને ત્રણ તો કોઈને બે જ ભાવો હોય છે. ઓછામાં ઓછા બે ભાવો તો જીવને હોય જ. સિદ્ધિગતિ પામેલા જીવોમાં ક્ષાયિક અને પારિણામિક એમ બે ભાવો હોય છે. સામાન્યથી સર્વ સંસારી જીવોને ઔદયિક, લાયોપથમિક અને પરિણામિક એમ ત્રણ ભાવો હોય છે. ઉપશમસમ્યકત્વ પામેલા જીવને ઔદયિક, ક્ષાયોપથમિક, પારિણામિક અને ઔપશમિક એ ચાર ભાવો હોય છે. ક્ષાયિકસમ્યકત્વ પામેલા જીવને ઉપશમ શ્રેણીમાં પાંચે ભાવો હોય છે. શંકાઃ અજીવ દ્રવ્યોએ કર્મ બાંધ્યા નથી તો અજીવને ઔદયિકભાવ કેવી રીતે હોય? સમાધાન : પરમાર્થે અજીવને ઔદયિકભાવ હોતો નથી પરંતુ જીવના સંયોગે અજીવને ઔદયિકભાવ હોય એમ કહેવાય છે. જેમ કે શરીર કાળુ પ્રાપ્ત થયું અથવા રોગિષ્ઠ પ્રાપ્ત થયું તો કાળાપણુ કે રોગીપણુ અપાવનારું કર્મ જીવે બાંધ્યું છે, અજીવ એવા શરીરે બાંધ્યું નથી. આવા કર્મનો ઉદય જીવના આધારે અજીવને થાય છે માટે અજીવમાં ઔદયિકભાવ ઉપચારથી ગણાય છે. શંકા : મિશ્રભાવ સમજી શકાય તેવું કોઈ વ્યવહારિક ઉદાહરણ કહેશો? સમાધાન : જરૂર. સમજવા માટે એક સરળ ઉદાહરણ આપું. મિશ્રભાવ એટલે ઉદયમાં આવેલા રસની તીવ્રતાને મંદ કરીને ભોગવવો તે ક્ષય અને ઉદયમાં નહીં આવેલા રસને દબાવવો તે ઉપશમ. ધારો કે ભોજનમાં પીરસાયેલા કારેલાના શાકમાં તીખાશ ઘણી છે. નવું શાક બનાવવું નથી તો શું કરવું? એક જ રસ્તો છે કે મિશ્ર (ક્ષયોપશમ)ભાવે વાપરો. કેવી રીતે ? પીરસાયેલા શાકમાં સ્ટેજ ઘી અને થોડો ગોળ નાંખીને તેમાં રહેલી તીખાશની તીવ્રતાને મંદ કરીને ખાઓ તે ક્ષય થયો, હવે જે શાક તપેલીમાં છે અને જરૂર પડતા લેવાનું છે તેમાં ઘી - ગોળ નાંખીને મંદ કરી તીખાશને દબાવો તે ઉપશમ થયો. આ
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy