________________
८८
અધ્યાય : ૨, સૂત્ર-૩
દર્શનમોહનીયના નીચે બતાવ્યા પ્રમાણે ત્રણ ભેદો છે.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય.
ચારિત્રમોહનીયના ૧૬ કષાય અને ૯ નોકષાય મળીને કુલ પચ્ચીશ ભેદો છે.
૧૬ કષાયોમાં ક્રોધ-માન-માયા-લોભ અને દરેકના અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીપ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન રૂપે ગણતા ૪ ૪ ૪ = ૧૬ થાય.
૯ નોકષાય નીચે પ્રમાણે છે
હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ આ રીતે મોહનીયકર્મના ભેદો અને પેટા ભેદો પેજ નં. ૮૯ ઉ૫૨ના ચાર્ટથી સહેલાઈથી સમજી શકાશે.
દર્શન સપ્તક ઃ- ચારિત્રમોહનીયમાં અનંતાનુબંધીના ચાર કષાયો અનંતાનુબંધી
ક્રોધ-માન-માયા-લોભ અને ચાર્ટમાં બતાવ્યા પ્રમાણે દર્શનમોહનીયના ત્રણ ભેદો સમ્યક્ત્વ મોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય મળીને (૪ + ૩ = ૭) દર્શનસપ્તક કહેવાય છે.
ઉપશમસમ્યક્ત્વ ઃ- દર્શનસપ્તકના ઉપશમથી ઉપશમસમ્યક્ત્વ ગુણ પ્રગટે છે.
ઉપશમચારિત્ર :- ૯ નોકષાય અને અનંતાનુબંધી સિવાયની બાકીની ૧૨ (૪ અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ. ૪ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ અને ૪ સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ) એમ (૯ + ૧૨ = ૨૧) ૨૧ પ્રકૃતિના ઉપશમથી ઉપશમચારિત્ર ગુણ પ્રગટે છે.
ઉપશમસમ્યક્ત્વ અને ઉપશમચારિત્ર વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. શંકા ઃ- સમ્યક્ત્વ પામવા માટે યોગ્યતા અથવા નિમિત્તો કયા કયા ?
સમાધાન :
♦ સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિય ભવ્યજીવ જ ઉપશમ સમ્યક્ત્વ પામી શકે છે.
ભવ્ય જીવ સંસારમાં અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ બાકી રહે ત્યારે ઉપશમ સમ્યક્ત્વને યોગ્ય થાય છે.
• આત્મામાં કર્મોની અંતઃ કોડાકોડી સાગરોપમ સ્થિતિ બાકી રહે ત્યારે જીવ તે સમ્યક્ત્વને યોગ્ય થાય છે.