________________
અધ્યાય : ૨
સૂત્ર (૨-૧) પ્રયોજન ઃ પાંચ ભાવો દ્વારા જીવનું સ્વરૂપ જણાવે છે. औपशमिक क्षायिक भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिकौ च
ઔપશમિકક્ષાયિકો ભાવૌ મિશ્રશ્ન જીવસ્ય સ્વતત્ત્વમૌદયિકપારિણામિકૌ ચ
ઔપશમિક - ક્ષાયિકૌ ભાવૌ મિશ્રઃ ચ જીવસ્ય સ્વતત્ત્વમ્ ઔદયિક પરિણામિકૌ ચ
૨
=
૨-૧
૨-૧
શબ્દાર્થ : ઔપમિકભાવ મોહનીયકર્મના ઉપશમથી પ્રગટ થતો ભાવ, ક્ષાયિકભાવ = ઘાતીકર્મોના સર્વથા ક્ષયથી પ્રગટ થતો ભાવ, મિશ્રભાવ = કર્મોના ક્ષય અને ઉપશમ એમ ઉભયથી પ્રગટ થતો ભાવ, ઔયિકભાવ = કર્મોના ઉદયથી પ્રગટ થતો ભાવ, પારિણામિકભાવ = સહજ સ્વભાવથી ઉત્પન્ન થતો ભાવ, જીવ = આત્મા, સ્વતત્ત્વ = સ્વરૂપ, ભાવ = પર્યાયોની ભિન્ન ભિન્ન અવસ્થા અર્થાત્ ગુણ.
સૂત્રાર્થ : ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક અને પારિણામિક આ પાંચ ભાવો જીવના સ્વતત્ત્વ છે (એ પાંચ ભાવો જીવનું સ્વરૂપ છે).
ભાવાર્થ : જીવમાં ભિન્ન ભિન્ન અનેક ગુણો રહેલા છે. આ અનેક ભાવ કે ગુણોના મુખ્ય કારણો પાંચ છે જેના નામ છે ઔપમિક, ક્ષાયિક, મિશ્ર (ક્ષાયોપશમિક), ઔદયિક અને પારિણામિક. આત્માના પર્યાયો અધિકમાં અધિક આ પાંચ ભાવવાળા જ હોઈ શકે છે. પ્રથમ ત્રણ ભાવો માત્ર જીવને જ હોય છે, બાકીના બે ભાવો જીવને પણ હોય છે અને અજીવને પણ હોય છે.
(૧) ઔપમિક ભાવ ઃ મોહનીય કર્મના ઉપશમથી એટલે કે કર્મના ઉદયને રોકવાથી (દબાવવાથી) જીવમાં જે ગુણ પ્રાપ્ત થાય તેને ઔપમિકભાવ કહેવાય છે. આ ભાવ અંતર્મુહૂર્ત કાળ સુધી જ રહે છે.