________________
પ્રથમ અધ્યાયનો સંક્ષિપ્ત સાર
તત્ત્વાર્થાધિગમ સૂત્ર હે મિત્ર...તું તારા સામર્થ્ય પ્રત્યે દૃષ્ટિ કર. જેમ સોનું કાદવમાં પડવા છતાં કટાતું નથી. તેમ સમ્યજ્ઞાની આત્મા સંસારનો ઉદય છતાં શરીરાદિમાં રાગ-દ્વેષ, અહંકાર કે મમત્વ કદી કટાતો નથી. તેમાં મોહ કરતો નથી. જેમ લોઢું ભેજના સંયોગમાં પડ્યું રહે તો કાટથી ખવાઇ જાય છે, તેમ મિથ્યાદર્શનવાળો જીવ સંસારમાં રહેલા પરદ્રવ્યોમાં આત્મબુદ્ધિ કરી આત્મગુણનો ઘાત કરે છે.
આત્માની વર્તમાન અવસ્થામાં વિકારનો નાશ કરી વીતરાગ અવસ્થાને પ્રગટ કરવી તેવી દઢ ભાવના કરવી. પછી એવી વીતરાગ અવસ્થા જેને પ્રગટી છે, તેવા પૂર્ણાત્માનું અવલંબન લેવું. જેથી પરપદાર્થનો પરિચય ઘટી જાય છે. તેમાંથી સુખબુદ્ધિ ઘટી જાય છે અને સ્વભાવ પ્રત્યે જીવની ઋચિ વધે છે, ત્યારે સમ્યગ્દર્શનની પાત્રતા થાય છે.
S૬ પ્રથમ અધ્યાય સંપૂર્ણ કુર